આમતો મીલાવટના આ દોરમાં દરેક વસ્તુની બનાવટ થાય છે. અને તેનુ ચલણ ખાણીપીણીની વસ્તુઓમાં થોડુ વધુ છે. પરંતુ શુ હવે ફરાળી લોટ પણ મીલાવટી હોઇ શકે? ફુડ એન્ડ ડ્રગ વિભાગે આજે એવીજ કામગીરી ભુજમાં કરી હતી. અને ફરાળીના નામે ભેળશેળયુક્ત લોટનો મોટો જથ્થો ભુજની જથ્થાબંધ બઝારમાં આવેલી પુજન ટેડ્રસમાં સીઝ કર્યો છે. રાજ્યની વડી કચેરી તરફથી મળેલા આદેશના પગલે ભુજની ફુડ એન્ડ ડ્રગની ટીમે આ કાર્યવાહી કરી હતી. અને ત્યાં તપાસ કરી શંકાસ્પદ ફરાળી લોટ કે જે સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગ સુરત દ્વારા બનાવવામાં આવે છે. તે સીઝ કર્યો છે. અને તેના નમુના લઇ પરિક્ષણ માટે મોકલી અપાયા છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી દરમ્યાન કુલ 500ગ્રામના 833 નંગ ફરાળી લોટના પેકેટ ત્યાથી મળી આવ્યા હતા જેની અંદાજીત કિંમત 66,640 રૂપીયા થાય છે. જે તમામ માલ હાલ સીઝ કરાયો છે. ફુડ અધિકારી શ્રી શેખની આગેવાની હેઠળની ટીમે આ કાર્યવાહી કરી હતી. જો કે નવાઇની વાત એ છે કે વ્રત અને ઉપવાસ માટે વપરાતા આ લોટમાં પણ ભેળસેળની શક્યતાના પગલે થયેલી કાર્યવાહીથી ચોક્કસ પ્રશ્ર્ન થાય કે શું હવે આમા પણ ભેળસેળ? જો કે નમુના પરિક્ષણ માંથી આવ્યા બાદ તેમાં ભેળસેળ છે કે નહી તે અંગે માલુમ પડશે પરંતુ ફુડ વિભાગની કાર્યવાહીના પગલે બઝારમાં ફફડાટ ફેલાયો હતો. તો શ્રાવણ માસ પહેલા થયેલી આ કાર્યવાહી આવકારદાયક પણ છે.