આમતો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મગફળીને લઇને ભારે હોબાળો ચાલી રહ્યો છે જાન્યુઆરી મહિનાથી રાજ્યમાં વિવિધ જગ્યાએ મગફળીના સરકારી ગોડાઉનમાં આગ લાગવાનો સીલસીલો શરૂ થયો હતો જેમાં કચ્છના ગાંધીધામ,રાજકોટ સહિતના વિસ્તારોમા મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી જેને લઇને આમતો કોગ્રેસ પહેલાથીજ આક્રમક હતી તે વચ્ચે કોગ્રેસે ધરણા કરી મગફળીકાંડ એક મોટુ કૌભાડ હોવાની ફરીયાદ સાથે વિરોધ શરૂ કર્યો હતો જે કાલે મીઠીરોહર નજીક જે ગોડાઉમાં આગ લાગી હતી ત્યા પણ પહોંચ્યો હતો અને પરેશ ધાનાણી વિધાનસભા વિરોધપક્ષના નેતા કોગ્રેસી કાર્યક્રરો સાથે ત્યા ધરણા પર બેસવાના હતા જો કે નવાઇ વચ્ચે 2 જાન્યુઆરી એ મીઠીરોહરના સરકારી ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાનો FSL રીપોર્ટ આવ્યો ન હતો જે આજે અચાનક ધરણાના એક દિવસ પહેલા આવી ગયો છે.
ગાંધીધામના ગોડાઉનમાં આગ લાગવાનુ કારણ શુ? શુ આવ્યુ રીપોર્ટમાં ?
2 જાન્યુઆરીએ કચ્છના ગાંધીધામથી મગફળીના ગોડાઉનમા આગ લાગવાનો સીલસીલો શરૂ થયો હતો જેમાં કલેકટર સહિતના અધિકારીઓ ત્યા દોડી ગયા હતા તો આગ લાગવાનુ ચોક્કસ કારણ શોધવા માટે FSLની મદદ પણ લેવાઇ હતી જો કે ઘટનાના 8 મહિના સુધી આગ લાગવાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ ન હતુ પરંતુ આજે બપોરે અચાનક 3 વાગ્યે આ FSL રીપોર્ટ આવ્યો હતો જેમાં આગ આકસ્મીક રીતે લાગી હોવાનુ તારણ સામે આવ્યુ હતુ ટુંકમાં આગ કોઇ ઇરાદા પુર્વક લગાડી ષડયંત્ર રચાયુ ન હતુ તેવુ FSL રીપોર્ટમાં સ્પષ્ટ્ થયુ છે FSLએ પ્રાથમીક અનુમાન એવુ લગાવ્યુ છે કે મગફળીની ભીનાશ અને દબાણને કારણે આગ લાગી છે.
રીપોર્ટમાં ભલે કઇ ન આવ્યુ પરંતુ પરેશ ધાનાણીના ધરણા પહેલા કેમ રીપોર્ટ આવ્યો?
ચોક્કસ કદાચ રાજ્યના અન્ય ગોડાઉનની જેમ કચ્છમાં લાગેલી આગમાં કોઇ ષડયંત્ર કે પુર્વનીયોજીત કાવતરૂ ન હોય તેવુ FSL રીપોર્ટમા આવ્યુ હોય પરંતુ શરૂઆતથીજ વિવાદોમાં રહેલા આ કિસ્સામા સવાલો અનેક ઉભા થયા છે સરકાર મગફળીકાંડને લઇને ચિંતીત હોવાના દાવા કરતી હતી. પરંતુ ઘટનાના 8 મહિના સુધી મગફળીમા આગ લાગવા અંગેનો રીપોર્ટ આવ્યો ન હતો પરંતુ છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલા વિવાદ અને આગ ઇરાદા પુર્વક લગાડી મગફળીમા કૌભાડનુ ચિત્ર જ્યારે સામે આવ્યુ ત્યારે સરકાર ઘેરામા આવી હતી અને તેમાય ગાંધીધામમાં પરેશ ધાનાણીએ ધરણાની જાહેરાત કર્યાના એક દિવસમાંજ રીપોર્ટ આવી ગયો તે પાછળનુ કારણ શુ..? આ અંગે તપાસ કરતા અંજાર પ્રાન્ત અધિકારીનો સંપર્ક કરતા તેને આ વાતને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે આજે 3 વાગ્યે રીપોર્ટ તેમને મળ્યો છે જે જીલ્લા કલેકટરને સુપ્રત કરાયો છે જો કે કોગ્રેસ કદાચ આ મુદ્દે પણ કાલે સરકાર સામે સવાલો ઉભા કરે તો નવાઇ નહી પરંતુ 8 મહિનાના સસ્પેનશન પર અંતે પડદો પડી ગયો છે. અને ગાંધીધામમાં લાગેલી આગ પુર્વ નીયોજીત નહી પરંતુ આકસ્મીત આગની ઘટના હતી.