Home Current બંધારણ સળગાવનારાઓને સરકાર કડક સજા કરે-મુંદરા દલિત સમાજ દ્વારા રેલી

બંધારણ સળગાવનારાઓને સરકાર કડક સજા કરે-મુંદરા દલિત સમાજ દ્વારા રેલી

1194
SHARE
દેશના બંધારણ ને સળગાવવાની દિલ્હીમાં બનેલ ઘટના ના પ્રત્યાઘાત છેક કચ્છ સુધી પડ્યા છે. દિલ્હી ના જંતરમંતર મેદાન પર ગત તા/૯ ઓગસ્ટના અમુક તત્વો એ ભારત ના સંવિધાન સળગાવીને અને ભારત રતન ડૉ બાબા સાહેબ વિરુધ ખરાબ ભાષા નો પ્રયોગ કર્યો હતો. આ ઘટનાને વખોડીને આવા તત્વો વિરુધ કડક કાર્યવાહી કરવા મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ અને ઓ બી સી તેમજ એસ સી,એસટી સમાજ દ્વારા રેલીનું આયોજન કરીને મહામહીમ રાષ્ટ્રપતિ ને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર મુંદરા મામલતદાર શ્રી વાઘેલાને અપાયું હતું. આજે આ બાબત ની રજૂઆત કરવા દલિત સમાજ્ના ભાઈઓ મતિયાદેવ ના મંદિરે વિશાળ સંખ્યામાં ભેગા થયા હતા અને બાદ માં આંબેડકર સર્કલ થી રેલી સ્વરૂપે આદર્શ ટાવર થઈ મામલતદાર કચેરી એ પહોંચ્યા હતા. મુંદરા તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ કાનજીભાઈ ડી. સોંધરા અને મંત્રી પચાણભાઈ એન. મહેશ્વરીની સહી સાથે અપાયેલા આવેદનપત્ર માં સમસ્ત સમાજ વતી દેશના બંધારણ ને સળગાવનારા અને બાબાસાહેબ આંબેડકર નું અપમાન કરનારા તત્વો સામે રાષ્ટ્રદ્રોહ નો ગુનો દાખલ કરીને આકરી સજા ફટકારવાની માંગ કરાઈ છે. કેન્દ્ર સરકાર આવા રાષ્ટ્રદ્રોહી તત્વોને છાવરવાને બદલે તેમની સામે કાયદાકીય પગલાં ભરે એવી ઉગ્ર રજુઆત રૂબરૂ તેમ જ લેખિત આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે.