Home Current PM મોદીએ કંડલા કોમ્પ્લેક્ષ માટે જાહેર કરેલ વિકાસકાર્યોનું શું થયું?કોંગ્રેસે શીપીંગ સેક્રેટરીને...

PM મોદીએ કંડલા કોમ્પ્લેક્ષ માટે જાહેર કરેલ વિકાસકાર્યોનું શું થયું?કોંગ્રેસે શીપીંગ સેક્રેટરીને પૂછ્યો સવાલ

816
SHARE
દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ ની મુલાકાતે આવેલા કેન્દ્રીય શીપીંગ સેક્રેટરી અને કેન્દ્ર સરકારના સીનીયર આઈએએસ અધિકારી ગોપાલકૃષ્ણન ને કચ્છ જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. ગાંધીધામ મધ્યે આવેલ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ના મધ્યસ્થ કાર્યાલય મધ્યે કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ મળેલા આ પ્રતિનિધિ મંડળે વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં ખાસ કરીને ગત મે ૨૦૧૭ માં કંડલા પોર્ટ ટ્રસ્ટનું દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ નામકરણ કરતી વખતે ગાંધીધામના જાહેર કાર્યક્રમ મધ્યે કંડલા કોમ્પ્લેક્ષ માટે અનેક વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત કર્યું હતું. દેશ ના વડાપ્રધાન દ્વારા જાહેર કરાયેલ વિકાસ કાર્યોનો અમલ કરાવવાની શીપીંગ સેક્રેટરી ગોપાલકૃષ્ણન ને યાદ અપાવતા આવેદનપત્ર માં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મે ૨૦૧૭ માં ખાતમુહૂર્ત કરાયેલ ડો. આંબેડકર કોમ્યુનીટી હોલ નું શું થયું? કંડલા માં સ્માર્ટ સીટી બનાવવાની યોજના ક્યાં પહોંચી? દીનદયાલ પોર્ટ ના વિકાસ માટે ખાતમુહૂર્ત કરાયેલ યોજનાઓ કેટલી આગળ વધી ? એ અંગે સવાલો કર્યા હતા. તો દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ માં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે કચ્છના કોંગ્રેસી આગેવાનોએ ઉગ્ર રજુઆત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસે ગાંધીધામ, કંડલા અને આદિપુર ને સ્પર્શતા સ્થાનિક પ્રશ્નો ના મુદ્દે પણ શીપીંગ સેક્રેટરી ગોપાલકૃષ્ણનનું ધ્યાન દોર્યું હતું. જેમા બહુચર્ચિત ફ્રી હોલ્ડ જમીન નો મુદ્દો તાત્કાલિક ઉકેલવા, ઝીરો પોઇન્ટ પાસે ઓવરબ્રીજ બનાવવા, મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાન માટે જમીન ફાળવવા સહિત કંડલા કોમ્પ્લેક્ષના અન્ય વિકાસ કાર્યોમાં સહાયરૂપ બનવાની રજુઆત કરી હતી. આ મુલાકાત વેળાએ દીનદયાલ પોર્ટ ના ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા ઉપસ્થિત હતા. કચ્છ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ માં પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની સાથે આગેવાનો અજિત ચાવડા, ભરત ગુપ્તા, સંજય ગાંધી, સમીપ જોશી, દિપક લાખાણી, ચેતન જોશી, ગની માંજોઠી, વિપુલ મહેતા ઉપસ્થિત હતા એવું પૂર્વ પ્રવક્તા રમેશ ગરવા ની યાદી માં જણાવાયું છે.