Home Current કચ્છ કોંગ્રેસ ઘાસચારાના પ્રશ્ને આક્રમક-ધારાસભ્યો સાથે કરશે ધરણા અને કલેકટર કચેરીને ...

કચ્છ કોંગ્રેસ ઘાસચારાના પ્રશ્ને આક્રમક-ધારાસભ્યો સાથે કરશે ધરણા અને કલેકટર કચેરીને ઘેરાવ

1311
SHARE
કચ્છ માં વિકટ બનતા ઘાસચારા ના પ્રશ્ને હવે કચ્છ કોંગ્રેસ આક્રમક રૂખ અખત્યાર કરશે. જિલ્લા કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ સતાવાર યાદી માં જણાવ્યા અનુસાર કાલે મંગળવારે ૨૮/૮ ના રોજે અછતની પરિસ્થિતિ સામે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર નું ધ્યાન દોરવા દેખાવો, ધરણા અને ઘેરાવ કરશે. જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા કચ્છ કોંગ્રેસના બે ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન આરેઠીયા તેમ જ કોંગ્રેસના પ્રદેશ આગેવાનો, જિલ્લા સંગઠન ના સભ્યો તેમ જ કાર્યકરો સાથે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી કલેકટર કચેરીની સામે ધરણા કરશે. કોંગ્રેસે દરના ની સાથે કલેકટર કચેરીને ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જિલ્લા માં અછત ની પરિસ્થિતિ માં સરકાર તેમ જ વહીવટીતંત્રની કામગીરી નિષફળ હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસે પશુઓ સાથે માલધારીઓને કરવી પડતી હિજરત ઉપરાંત રોજગારી અને પાણી ની વ્યાપક સમસ્યા હોવાનું જણાવ્યું છે. હજી હમણાં જ કલેકટર કચેરી માં રજૂઆતના મુદ્દે કલેકટર ઉપર ઉપેક્ષિત વલણ દાખવવાનો આક્ષેપ કરીને કોંગ્રેસે આવેદનપત્ર આપવાનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારે ધરણા, ઘેરાવ અને પૂતળાદહન ની ચીમકી પણ જાહેરમાં આપી હતી.

માલધારીઓની મજાક પશુ દીઠ માત્ર પોણો કિલો ઘાસ?

અછતના પ્રશ્ને મુખ્યમંત્રીને સતત બીજો પત્ર લખતા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય હઠુભા સોઢાએ આંકડાકીય માહિતી સાથે ખેદ વ્યક્ત કર્યો છે કે ઘાસ વિતરણ ના નામે માલધારીઓ સાથે મજાક કરાઈ છે. સરકારી આંકડા અનુસાર તારીખ ૨૩/૮ સુધી વિતરણ કરાયેલા ઘાસનો જથ્થો અને પશુ સંખ્યાના આંકડાઓ સાથે હઠુભા સોઢાએ લેખિત રજુઆત કરી છે કે પશુઓ દીઠ માંડ પોણો કિલો ઘાસ મળ્યું છે ,મોટા ભાગના ઘાસ ડેપો ખાલી છે,પશુઓ માટે ભૂખમરાની સ્થિતિ છે.

પશુઓ ના મોત થઈ રહ્યા છે

અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા એ લેખિત માં અને રૂબરૂ મુખ્યમંત્રી ની કચેરીમાં અને મહેસુલમંત્રી કૌશિક પટેલને જણાવ્યું છે કે અબડાસા, લખપત અને નખત્રાણા પંથક માં એકલદોકલ પશુઓ ના ઘાસના અભાવે મોત થઈ રહ્યા છે. તેમણે રૂબરૂ જિલ્લા કલેકટર રેમ્યા મોહન પાસે પણ ઘાસ નો જથ્થો અપૂરતો હોવાની અને પશુઓ ની હાલત કફોડી હોવાની ફરિયાદ કરી છે.