Home Current રાયધણપરમાં સ્કુલમાં વિદ્યાર્થીને માર મારનાર ગ્રામ પંચાયત સભ્યએ આપ્યુ રાજીનામુ 

રાયધણપરમાં સ્કુલમાં વિદ્યાર્થીને માર મારનાર ગ્રામ પંચાયત સભ્યએ આપ્યુ રાજીનામુ 

2761
SHARE
ભુજ તાલુકાના રાયધણપર ગામની પંચાયતી પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીને માર મારનાર પંચાયતી સભ્ય અને સ્કુલ કમીટીના સભ્ય એવા માદા તેજા બરાડીયાએ અંતે હોદ્દા પરથી સ્વેૈચ્છિક રાજીનામુ આપી દીધુ છે આજે તાલુકા પંચાયતમાં તેણેે રાજીનામુ આપ્યુ હતુ સાથે ખુલાસો કરતા તેણે જણાવ્યુ હતુ કે જે વિદ્યાર્થીના માર મારવા બાબતે હોબાળો થઇ રહ્યો છે તે તેનો ભત્રિજો છે અને તેની સ્કુલમાથી ફરીયાદ થઇ હતી જેથી તેને માર માર્યો હતો જો કે સાથે તેમને ચીમકી પણ ઉચ્ચારી છે કે સ્કુલના આચાર્ય દ્વારા ઇરાદા પુર્વક વિડીયો વાયરલ કરવામા આવ્યો છે જે બાબતે તે આગામી દિવસમાં લડત કરશે અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ જગતમાં આ ઘટનાના ઘેેરા પ્રત્યાઘાતો પડ્યા હતા 28 તારીખે આ કિસ્સો બન્યો હતો અને 29 તારીખે આ મામલે વિડીયો વાયરલ થતા શિક્ષણ વિભાગે તપાસના આદેશ સાથે પંચાયતને સભ્ય વિરૂધ કાર્યવાહી માટે જણાવાયુ હતુ જે મામલે માદા તેજા બરાડીયાને કારણદર્શક નોટીસ ફટકારી સાત દિવસમાં ખુલાસો આપવા માટે જણાવાયુ હતુ પરંતુ આજે માદા તેજા બરાડીયાએ પોતાના ગ્રામ પંચાયત સભ્યના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ હતુ જો કે કારણ કોઇ પણ હોય પરંતુ ચાલુ શાળાએ વિદ્યાર્થીને માર મારવો નિયમ વિરૂધ્ધ છે તેથી તપાસ અહેવાલ બાદ માદા તેજા બરીડીયા સામે કાર્યવાહી થઇ શકે છે અને મુકપ્રેશકની જેમ ઘટના નિહાળનાર સ્કુલ સંચાલકો સામે પણ પગલા લેવાય તેવી શક્યતા છે.