લગાન ફિલ્મના શુટીંગ થી જાણીતા બનેલા ભુજ તાલુકાના કુનરીયા ગામેં પ્રગતિશીલ બની ને હવે પોસ્ટલ વિભાગ ની મદદ થી ડીજીટલ બેંકિંગ ક્ષેત્રે કદમ માંડયા છે. ૧ લી સપ્ટેમ્બર થી સમગ્ર ભારતની સાથે કુનરીયા ગામ માં પણ IPPB એટલે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ની શરૂઆત થઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ચુકવણી અને પ્રોત્સાહન આપવા અને બેંક સ્વરૂપની તમામ સેવાઓ લોકોને ઘરે પહોંચાડવાના વિચાર સાથે ભુજ તાલુકાના કુનરીયા ગામ માં આ સેવા ખુલ્લી મુકાઈ છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ગામના સરપંચ સુરેશ છાંગા ના હાથે ખાતા ધારકોને QR કોડ આપવામાં આવ્યા હતા. સરપંચ સુરેશ છાંગા એ પોસ્ટલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ બેંક થી કુનરીયા જેવા નાનકડા ગામ માં રહેતા ગ્રામીણ લોકોને પણ મોટા શહેરો ના લોકોની જેમ ડીજીટલ બેંકિંગ ની સુવિધા મળી શકશે. IPPB ની સેવા લોક કલ્યાણ માટે ઉપયોગી નીવડશે એવી આશા વ્યક્ત કરી હતી. કચ્છ જિલ્લાની 4 એક્સેસ અને એક મુખ્ય બ્રાન્ચમાંથી સૌથી વધુ ખાતા ખોલનાર પોઇન્ટ તરીકે કુનરીયા ગામ હોવાના ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. લોકોની જરૂરિયાત યોજનાની સ્વીકૃતિનું માપદંડ છે આટલા મોટા પ્રમાણમાં લોકોની સ્વીકૃતિ દર્શાવે છે કે બેન્કિંગ સેવા ની ગ્રામ્યકક્ષાએ ખુબ જરૂર હતી એવી લાગણી સરપંચ સુરેશભાઈ એ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે માંડવી સિનિયર ડીવીઝનલ ઇન્સ્પેક્ટર દિપક યાદવ અને પોસ્ટલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ પટેલે બેંક ના ફાયદા અને ઉપયોગ વિશે સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન નરસિંહભાઈ કેરાસીયા એ,સ્વાગત રમેશભાઈ જોષી આભારવિધી જીગર રાણવા અે કરી હતી.