Home Current ખેડૂતો ની દેવામાફી સહિતના મુદ્દે કચ્છ કોંગ્રેસના એક દી’ના ધરણાં-ભાજપ સામે રાજ્ય...

ખેડૂતો ની દેવામાફી સહિતના મુદ્દે કચ્છ કોંગ્રેસના એક દી’ના ધરણાં-ભાજપ સામે રાજ્ય વ્યાપી આંદોલન

1344
SHARE
લાગે છે કે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે અત્યાર થી જ ભાજપ સરકારને ભીંસ માં લેવા આક્રમક વલણ અપનાવ્યું છે. દેશ અને રાજ્ય મા ખેડૂતો ના પ્રશ્નો ઉકેલવામાં કેન્દ્ર ની મોદી સરકાર અને રાજ્યની રૂપાણી સરકાર નિષફળ રહી હોઈ કોંગ્રેસે ખેડૂતો ના પ્રશ્નો ને વાચા આપવા અત્યારે રાજ્ય વ્યાપી અભિયાન છેડયું છે. તે અંતર્ગત ભુજ મધ્યે એક દિવસના ધરણાં ઉપર બેસીને કોંગ્રેસે ખેડૂતો ની સમસ્યા ઉકેલવા ભાજપ સરકાર ઉપર રાજ કીય દબાણ આણ્યું છે.

ખેડૂતો માટે ભાજપ સરકાર સામે શુ છે કોંગ્રેસ ના આક્ષેપો?

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપ સરકારની બેવડી ખેડૂત નીતિ ની આકરી ઝાટકણી કાઢી છે. ઉત્તરપ્રદેશ ની ભાજપ સરકારે ત્યાં ના ખેડૂતો ના દેવા માફ કર્યા છે તો ગુજરાત ની ભાજપ સરકાર ખેડૂતો ના શા માટે દેવા માફ કરતી નથી? ગુજરાત ના ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા પણ કરી ચુક્યા છે. ચૂંટણી સમયે ભાજપે મગફળી, કપાસ ટેકાના ભાવે ખરીદ કરવાના પોષણક્ષમ ભાવ આપવાને બદલે ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે, તે ઉપરાંત વીજ કાપ અને ખાતર ની તંગી તેમ જ સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતા ખેડૂતો માટે પાક ની મુશ્કેલી વધી છે. રાજ્ય સરકારને ખેડૂતો ની સમસ્યા ઉકેલે તે માટે કોંગ્રેસ આખા દિવસ ના ધરણા કરીને ખેડૂતો ની હમદર્દી જીતી ભાજપ સરકાર ને ભીંસ માં લઇ રહી છે. પ્રદેશ મંત્રી જુમા રાયમા ના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે ગુજરાતના તમામ જિલ્લાઓ મા એક દિવસ ના ધરણા કરી ને ભાજપ સરકારને ઉંઘ માંથી જગાડી ખેડૂતો ની સમસ્યાઓ થી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર ગુજરાતના ખેડૂતો ને અન્યાય કરી રહી છે તે અન્યાય દૂર થાય તે માટે કોંગ્રેસે આ આંદોલન છેડયું છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસાના ખેડૂતો અને પશુપાલકો પરેશાન છે પણ સરકાર અને વહીવટીતંત્ર એમની સમસ્યા ઉકેલવા માટે બેધ્યાન છે. તો ધારાસભ્ય સંતોકબેન પટેલે નર્મદા ના પાણી ના મુદ્દે થઈ રહેલા અન્યાય અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કચ્છ કોંગ્રેસના આ ધરણા આંદોલન મા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોક બેન આરેઠીયા, પ્રદેશમંત્રી જુમા રાયમા, પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, ભચુભાઈ આરેઠીયા, મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશી, નરેશ મહેશ્વરી, રશીદ સમા, રાજેન્દ્રસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી, ચેતન જોશી, ગની કુંભાર, અશરફશા સૈયદ, દિપક ડાંગર, રફીક મારા સહિત ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. બીજા દિવસે સવારે ૧૧ વાગ્યા સુધી કોંગ્રેસ નું ધરણા આંદોલન ચાલશે.