Home Current ભુજ-પોલીસે ૫૧ વિધાર્થીઓ સાથે કલાસ મા પુરાયેલા ટયુશનિયા શિક્ષકને બહાર કાઢ્યો-ડીઈઓ,માતૃછાયાના આચાર્યા...

ભુજ-પોલીસે ૫૧ વિધાર્થીઓ સાથે કલાસ મા પુરાયેલા ટયુશનિયા શિક્ષકને બહાર કાઢ્યો-ડીઈઓ,માતૃછાયાના આચાર્યા પહોંચ્યા

6102
SHARE
હજી બે જ દિવસ પહેલા જિલ્લા શિક્ષણ અધિકારી અને તેમની ટીમે ટ્યુશન કલાસ ઉપર દરોડો પાડીને ચેતવણી આપી હતી એ શિક્ષક હિમાશું બારોટ ફરી આજે રંગે હાથ ટ્યુશન કરતા ઝડપાઇ ગયો હતો. જોકે, જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ અને શિક્ષણ વિભાગની ટીમ ને જોઈને હિમાશું બારોટ ટયુશન ક્લાસને અંદર બંધ કરીને વિદ્યાર્થીઓ સાથે અંદર પુરાઈ ગયો હતો. જોકે, આજે ભર બપોરે ટ્યુશનિયા શિક્ષક ની હરકતે ઘનશાયમ નગરને માથે લીધું હતું. ડીઈઓ રાકેશ વ્યાસ અને તેમની તપાસનીશ ટીમે વારંવાર કહેવા છતાં હિમાશું બારોટે રૂમ ખોલ્યો નહોતો. પરિણામે, ટયુશન કલાસ ની બહાર પણ લોકો નો જમાવડો થયો હતો. દરમ્યાન જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસે ભુજ એ ડીવીઝન પોલીસ ને તેમ જ માતૃછાયા વિદ્યાલય ના આચાર્યા નિલાબેન વર્મા ને જાણ કરી હતી. સતત બે કલાક થી વધુ ચાલેલા આ ડ્રામા માં પોલીસે પહેલા સમજાવટ અને અંતે કાયદાનો ડારો દીધા બાદ ટ્યુશનિયો શિક્ષક હિમાશું બારોટ અંતે રૂમ માં થી બહાર આવ્યો હતો.

અઢી કલાક ૫૧ વિદ્યાર્થીઓને ગોંધી રાખ્યા

સરકારી ગ્રાન્ટેડ શાળા ના શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકતા નથી. છતાં પણ માતૃછાયાના ના શિક્ષક હિમાશું બારોટ ધોરણ ૧૨ કેમેસ્ટ્રી ના ખાનગી ટયુશન કરે છે. બે દિવસ પહેલા ની નોટિસ ને દાદ ન દેનાર હિમાંશુ બારોટે આજે ઘનશ્યામ નગર અને તેની સાથે ૫૧ વિધાર્થીઓ ને માથે લીધા હતા અને પોલીસ તેમ જ શિક્ષણ વિભાગની ટીમ ને અઢી કલાક દોડાવી હતી. જોકે, અંતે કાયદાના ડારા બાદ ૫૧ વિધાર્થીઓ ને ક્લાસની બહાર કાઢીને હિમાંશુ બારોટ ડાહ્યો ડમરો બની ગયો હતો. પણ, શિક્ષણ વિભાગ ની ટીમે માતૃછાયા ના આચાર્યા નિલાબેન વર્મા ની ઉપસ્થિત મા જ કાયદેસર કાર્યવાહી કરી હતી. ડીઇઓ રાકેશ વ્યાસ ના જણા વ્યા પ્રમાણે હિમાશું બારોટ વિરુદ્ધ સસ્પેનશન ની કાર્યવાહી થઈ શકે છે. જોકે, આ ધમાચકડી દરમ્યાન વાલીઓ પણ ટયુશન કલાસ માં પહોંચી આવ્યા હતા.

પહેલીવાર ટ્યુશનિયા શિક્ષક અને સંચાલક પોલીસ સ્ટેશને

દરમ્યાન ૫૧ જેટલા વિદ્યાર્થીઓ ને અઢી કલાક વાંક ગુના વગર ગોંધી રાખીને શિક્ષણ વિભાગ, પોલીસ અને વાલીઓ ને દોડાવનાર ટ્યુશનિયા શિક્ષક હિમાંશુ બારોટ અને ટયુશન કલાસના સંચાલક ઋષિકેશ બારોટ ની ભુજ એ ડીવીઝન પોલીસે અટકાયત કરી છે. તેમની સામે વિધિવત ફરિયાદ દાખલ કરી આગળ ધરપકડ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાશે.