Home Current રાપરના ગાગોદર નજીક 28 રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી અરેરાટી વનવિભાગ થયુ દોડતુ

રાપરના ગાગોદર નજીક 28 રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી અરેરાટી વનવિભાગ થયુ દોડતુ

11797
SHARE
એક તરફ કચ્છમાં ક્યાંક શિકાર તો ક્યાંક પવનચક્કીને વિજવાયરો રાષ્ટ્રીય પક્ષી માટે મોતનુ કારણ બની રહ્યા છે ત્યારે આજે રાપરના ગાગોદર નજીક વનવિભાગની સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલ રાજબાઇ માતાજીના મંદિર પાસેથી એક નહી બે નહી પુરા 28 મોરના મૃત્દેહ મળી આવતા આસપાસના ગામોમાં અરેરાટી ફેલાઇ છે તો બે જેટલા અન્ય મોર પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે જેને સારવાર માટે ગ્રામજનોએ પશુ હોસ્પિટલમાં ખસેડ્યા છે શ્રી વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદરના પ્રમુખ ધારાભાઈ ભરવાડે આપેલી માહિતી મુજબ આ બનાવ આજે બપોર બાદ સામે આવ્યો હતો આજે ગોડાસર વિસ્તાર નજીક આવેલા રાજબાઇ માતાજીના મંદિર પાસે આવેલા તળાવ પાસેની બાવળની જાડીમાં મોરના મૃતદેહ પડ્યા હોવાનુ સ્થાનિક લોકોના ધ્યાને આવ્યુ હતુ. અને ત્યાર બાદ તો મોટી સંખ્યામા જીવદયાપ્રેમીઓ ત્યા પહોંચી આવ્યા હતા અને તપાસ કરતા એક નહી પરંતુ 28 મોરના મોતનો આંકડો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનીક વનવિભાગ સહિત આડેસર સેન્ચ્યુરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા હતા અને તપાસનો આંરભ કર્યો છે જો કે ઘટનાને પગલે ગામમા અરેરાટી ફેલાઇ છે.

મોરના મોત થી ચકચાર-૫૦૦ મોર ઉપર મોતનુ જોખમ-તંત્ર બેદરકાર,લોકોમાં રોષ

એક સાથે મોટી સંખ્યામા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત ને પગલે રાપરના ગાગોદર પથકમાં અરેરાટી છવાઈ છે. તો વારંવાર જાણ કરવા છતાંયે તંત્ર બેદરકાર હોવાના આક્ષેપ સાથે ગાગોદર ગામના ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગીર મા એકસાથે સંખ્યાબંધ સિંહો ના મોત પછી સરકાર અને તંત્ર મોડે મોડે જાગ્યું છે. પણ, કચ્છમા અવારનવાર રાષ્ટ્રીય પક્ષી મોર ના મોત પછીયે તંત્ર જાગતું નથી એવો આક્ષેપ વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ના ધારાભાઈ ભરવાડે કર્યો છે.

મોટી સંખ્યા મા મોર કેમ મર્યા? હત્યા કરાઈ કે શિકારીઓ એ માર્યા ?

આ સમગ્ર ઘટનાને પ્રકાશ માં લઈ આવનારા વાગડના સામાજિક આગેવાન ધારાભાઈ કલાભાઈ ભરવાડે ન્યૂઝ4કચ્છને આપેલી માહીતી અનુસાર ગાગોદર ગામની સીમ ના જંગલ વિસ્તારમા મોટી સંખ્યામાં મોર મરેલી હાલતમાં મળી આવ્યા છે. અહીં રાજબાઈ માતાજીના મંદિર ઉપર યોજાતા મેળા દરમ્યાન મંદિરની નજીક જંગલની સીમ મા એક સાથે ૩૫ જેટલા મોત ને મરેલા જોઈને અને અન્ય ઘણા બધા મોરને તરફડતી હાલતમાં જોઈને પૂજારી દીપકભાઈ ગુંસાઈ અને ખેડૂત રતનભાઈ રાજપુતે ગાગોદર ગામ અને સાંય ગામના આગેવાનોને જાણ કરી હતી. ઘટનાસ્થળે પોતે પહોંચ્યા તે વિશે વાત કરતા ધારાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે ૩૫ જેટલા મોર મરેલા હતા તો ૫૦૦ જેટલા મોર તરફડીયા ખાતી હાલત મા પડ્યા હતા. પોતાની સાથે ગાગોદર ગામ ના સરપંચ દેવાભાઈ ભરવાડ, સાંય ગામ ના સરપંચ રાજુભા જાડેજા, તલાટી જયેશભાઇ લોઢા, વનરક્ષક એસ.જી. રાયકા પણ હતા અને તમામ લોકોએ રાષ્ટ્રીય પક્ષીની આવી કરુણ હાલત તેમ જ મોત નિહાળીને આઘાત ની લાગણી અનુભવી હતી. દરમ્યાન ધારાભાઈ ભરવાડે રાપર મામલતદાર અને પૂર્વ કચ્છ વનવિભાગ ને જાણ કર્યા પછી પણ ન આવ્યા હોવાનો તેમ જ રાષ્ટ્રીય પક્ષી મોર ના સામુહિક મોત ના બનાવને હળવાશ થી લીધો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. તાજેતર માં જ લાખાગઢ ગામે મોરના શિકારનો કિસ્સો સામે આવ્યો હોવા છતાંયે તે કિસ્સામાં તેમ જ આજના બનાવમાં પણ તંત્ર ગંભીર ન હોવાનો આક્ષેપ ધારાભાઈ ભરવાડે કર્યો છે. એક માત્ર વેટરનરી ડોકટર આવ્યા હતા અને મોર ના મોત ની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી. મોર ને ઇરાદાપૂર્વક કઇ ઝેરી દાણા આપીને મારવામાં આવ્યા છે? કે પછી શિકારીઓનું દ્વારા અન્ય કોઈ કારણોસર એક સાથે ઘણા બધા મોર ને મારવાનું ટાર્ગેટ કરાયું છે? એવા સવાલો ઉઠાવીને ધારાભાઈ ભરવાડે મોર ના મોત ના બનાવની તપાસ કરવા અને કસુરવારોને પકડી પાડવાની માંગ કરી છે. તો, લોકો ભારે ગુસ્સામાં છે અને ઈચ્છે છે કે નિર્દોષ પશુ, પક્ષીના હત્યારાઓ સામે વનતંત્ર, પોલીસ અને સરકાર કામ લે.

૧૫૦૦ થી ૨૦૦૦ મોર રાજલમાતા ના મંદિર પાસે ની સીમમાં.

વાગડ માનવ વિકાસ ટ્રસ્ટના ધારાભાઈ ભરવાડે ન્યૂઝ4કચ્છને જણાવ્યું હતું કે ગાગોદર અને સાંય ગામની સીમમાં અનેક પશુ પક્ષીઓ છે. રાજલમાતાનું અહીં મંદિર છે. માત્ર મોરની વાત કરીએ તો ૧૫૦૦ થી ૨૦૦૦ ની સંખ્યા માત્ર મોર ની જ છે. મૃત મોર ના મોઢા માં થી લાળ નીકળી રહી હતી. એટલે લાગે છે કે આ કોઈકનું ઇરાદાપૂર્વક નું કૃત્ય છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ગુજરાત પ્રવાસ પૂર્વે ગીર ના સિંહો ના મોત ની ચર્ચા વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે તે દરમ્યાન જ એક સાથે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોર ના સંદીગ્ધ મોત નો બનાવ આઘાતજનક છે.
કચ્છના રાપર વિસ્તારમાં મોરની સંખ્યા વિશેષ છે અને હજુ થોડા દિવસ પહેલાજ મોરના શિકારની ઘટના સામે આવી હતી ત્યારે પ્રાથમીક દ્રષ્ટિએ ત્યા પહોચેલા સ્થાનીક લોકોએ શિકાર માટે તેની હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જો કે વનવિભાગના અધિકારી એમ.એન.કુરેશી સાથે આ અંગે વાત કરાતા તેઓએ જણાવ્યુ હતુ કે 28 મોરના મોતની પુષ્ટી થઇ છે. અને ઘટના ખુબ ગંભીર છે પરંતુ તેના મોત અંગે ચોક્કસ કારણ મેડીકલ તપાસ બાદ સામે આવી શકે તેમ છે પરંતુ હાલ આસપાસ મેળો હોવાથી અહી ઘણા લોકો આવ્યા હતા અને તેથી કોઇ પ્રપદાર્થ ખાવાથી મોરના મોતની શક્યતા નકારી શકાય નહી હાલ વનવિભાગ વેટરનરી ડોક્ટર અને પોલિસના અધિકારીઓ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને મોરના મોતની ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી છે.
એક તરફ રાષ્ટ્રીય પક્ષી અને પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે તેવામાં ગુજરાતમા સિંહ બાદ હવે કચ્છમાં મોરના મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં દુખ ફેલાવ્યુ છે જો કે મોરના મોતનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પરંતુ સેન્ચ્યુરી વિસ્તારમાં એક સાથે 28 મોરના મોતથી અરેરાટી સાથે તેની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થયા છે જો કે હવે સમગ્ર મદાર વનવિભાગની તપાસ પર છે.