Home Current ગાંધીધામ તાલુકા પંચાયતના ભાજપના ગઢ મા ગાબડું,વધુ એક સભ્યનું રાજીનામુ

ગાંધીધામ તાલુકા પંચાયતના ભાજપના ગઢ મા ગાબડું,વધુ એક સભ્યનું રાજીનામુ

1760
SHARE
કચ્છ માં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક હજી ગઈકાલે જ યોજાઈ હતી તેના ચોવીસ જ કલાક માં ભાજપના ગઢ માં ગાબડું પડ્યું છે. કચ્છ ભાજપની આંતરિક ખેંચતાણ ને પગલે જૂથબંધી વકરી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને કોઈ દાદ દેતું નથી. અત્યારે સૌથી વધુ બળાબળ ના પારખાં ગાંધીધામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માં છે. અંતરજાળની એક બેઠકની આ પેટા ચૂંટણી મા ભાજપના વર્ષો જુના કાર્યકર રમેશ આહીર ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસ ની ટીકીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે. તે દરમ્યાન ગાંધીધામ તાલુકા પંચાયતના વધુ એક સભ્ય એ રાજીનામુ આપી દીધું છે. ગોવિંદ નારણ ભીલે આજે ગાંધીધામ તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયત ના સભ્યપદેથી રાજીનામુ આપતો પત્ર તાલુકા વિકાસ અધિકારીને સોંપ્યો હતો. ૧૬ સભ્યોની ગાંધીધામ તાલુકા પંચાયત માં ભાજપના ૧૨ અને કોંગ્રેસના ૪ સભ્યો છે. જે પૈકી ભાજપના એક સભ્ય ગોવિંદ નારણ ભીલનું રાજીનામુ પડતા ભાજપની વધુ એક સભ્ય સંખ્યા ઘટી છે. આથી પહેલા ભાજપના સભ્ય રમેશ મ્યાત્રા ગેરલાયક ઠરતાં હવે ગાંધીધામ તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યોની સંખ્યા ઘટીને ૧૦ થઈ છે.જોકે, ગોવિંદ નારણ ભીલનું રાજીનામુ સતાવાર રીતે હવે મજૂર થશે. પણ, ગાંધીધામ ભાજપની આંતરિક ખટપટ જે રીતે ચાલી રહી છે તે જોતાં હજીયે ભાજપના ગઢ માં ગાબડા પડી શકે છે. આથી પહેલા કોંગ્રેસે અંતરજાળના ઉપસરપંચ સહિતના ૧૫૦ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હૉવાનો દાવો કર્યો હતો. જોકે, કચ્છ ભાજપે કોંગ્રેસના દાવાનો કોઈ પણ રદિયો આપ્યો નહોતો. તેવામાં હજી પણ રાજકીય નવા જૂની ના એંધાણ વરતાઈ રહ્યા છે.ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ-૨ બેઠકની પેટાચૂંટણી હવે ૭ મી ઓક્ટોબરે છે. જેમાં કોંગ્રેસ વતી ભાજપના બળવાખોર ઉમેદવાર રમેશ આહીર લડી રહ્યા છે. જ્યારે ભાજપ વતી ત્રણ સંતાનોને કારણે ગેરલાયક ઠરનાર ઉમેદવાર રમેશ મ્યાત્રાએ રાજીનામુ આપતા તેમના ભાઈ ધનેશ મ્યાત્રા ચૂંટણી લડી રહ્યા છે.