Home Current ગાગોદરમા મોરની હત્યા મામલે આવતીકાલથી આંદોલન શરૂ કાલે 14 ગામ બંધ પાડશે

ગાગોદરમા મોરની હત્યા મામલે આવતીકાલથી આંદોલન શરૂ કાલે 14 ગામ બંધ પાડશે

1775
SHARE
રાપરના ગાગોદર ગામે રાજબાઇ માતાજીના મંદિર નજીક મોર ની હત્યા બાબતે આવતી કાલ થી ગાગોદર સહિત ચૌદ ગામ બંધ પાડી લડતની શરૂઆત કરશે ગયા મહિને 26/9/2018 ના રોજ રાપર તાલુકા ના ગાગોદર ગામ ના રાજબાઈ મંદિર ની પાસે કોઇ એ ઝેરી ચણ નાખી ને 39 રાષ્ટ્રીય પક્ષી મોર અને 85 કબુતર ની હત્યા કરી હતી જે બાબતે આડેસર ની અભ્યારણ સેન્ચુરી ને જાણ કરવામાં આવી હતી પરંતુ આ બનાવ અંગે વન વિભાગ દ્વારા અત્યાર સુધી કોઇ નક્કર કામગીરી કરી નથી ત્યારે બનાવ બાબતે અધિકારી લીપાપોતી કરી રહ્યા હોવાના આક્ષેપો સાથે આ બનાવ ની તપાસ કરતાં વન વિભાગના અધિકારી સામે પણ ગામલોકો અને જીવદયા પ્રેમીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અગાઉ લખાગઢ ગામે મોર ની હત્યા અને પદમપર ગામે નીલગાય ની હત્યા ઉપરાંત રાપર તાલુકા માં અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ શિકારી પ્રવૃત્તિ ને સતત વધી રહી છે પરંતુ વનવિભાગ એક પણ કિસ્સામાં તપાસના અંત સુધી પહોંચી શકી નથી તો ગાગોદર મોર હત્યા અંગે ગાંધીનગરથી અધિકારીઓ તપાસ કરી ગયા છંતા હજુ કોઇ કડી મોરના મોત અંગે મળી નથી આજે ગાગોદર ગામ જે સ્થળે બનાવ બન્યા હતો તે સ્થળે સાંસદ વિનોદ ચાવડા અને જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા સહિતના રાજકીય આગાવાનોએ મુલાકાત લીધી હતી અને સાંસદ વિનોદ ચાવડા એ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા ત્યારે આ બનાવ માં પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચ ને સામેલ કરવામાં આવી છે આ બનાવ અંગે ગાગોદર ખાતે મોર હત્યા કાંડ પગલાં સમિત ની વરણી કરાઇ હતી જેમા નવલશંકર શાસ્ત્રી ના કન્વીનર પદે વરણી કરવામાં આવી છે જેમાં આગેવાનો વાઘજી ભાઈ પ્રજાપતિ વિરજી મોર સરપંચ દેવાભાઇ ભરવાડ મોડજી ખોડ અનોપસિંહ જાડેજા અંબાપ્રસાદ રાજગોર. બજરંગ દળ રાપર ના પ્રમુખ જગુભા જાડેજા જયપ્રકાશ રાજગોર સહિત ના અનેક આગેવાનો જોડાયા છે અને આવતીકાલે સવારે ગાગોદર રામ મંદિર થી ટ્રેક્ટર દ્વારા એક વિશાળ રેલી નિકળશે જે ઘટના સ્થળે જઈ ને ગામ ની નાની બાળાઓ પ્રતિક ઉપવાસ પર બેસનાર ને કુમકુમ તિલક કરી ને ધરણાં ની શરૂઆત કરાવશે જે આગામી પાંચ તારીખ સુધી ચાલશે અને જો આગામી પાંચમી સુધી કોઈ નિર્ણય નહીં લેવાય તો પગલાં સમિતિ અચોક્કસ મુદત ના ઉપવાસ આંદોલન કરશે અને હાઇવે ચક્કાજામ.. આત્મવિલોપન સહિત ના કાર્યક્રમ કરશે.. તો આવતીકાલે આ મોર હત્યાના વિરોધમાં ગાગોદર.. પલાંસવા.. આડેસર.. લખાગઢ.. કાનમેર.. ચિત્રોડ.. સાંય.. થોરીયારી.. કુંભારીયા.. કિડીયાનગર ભીમાશર સહિત ના ચૌદ ગામ બંધ પાડશે અને આ આંદોલન માં જોડાશે તેમ પગલાં સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યાના સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે હજુ ગઇકાલે જ વનવિભાગની ઢીલી તપાસ સામે જીવદયાપ્રેમીએ 2 લાખ ઇનામની જાહેરાત કરી હતી ત્યારે હવે કાલથી લાંબી લડતની શરૂઆત થશે.