Home Current કચ્છમાં અછતના દુઃખ વચ્ચે પંચાયતી પેટાચુંટણીમાં જીત બાદ કોગ્રેસની ઉજવણી યોગ્ય ?

કચ્છમાં અછતના દુઃખ વચ્ચે પંચાયતી પેટાચુંટણીમાં જીત બાદ કોગ્રેસની ઉજવણી યોગ્ય ?

467
SHARE
એક તરફ કચ્છ કોગ્રેસ ધણા લાંબા સમયથી કચ્છમાં અછતની સ્થિતીની યોગ્ય અમલવારી મુદ્દે લડત અને વિવિધ કાર્યક્રમો આપી રહી છે. તો અછતની જાહેરાત થઇ તે પહેલા કોગ્રેસે વિરોધ સાથે ચિમકી પણ ઉચ્ચારી હતી. કે જો તાત્કાલીક અછત જાહેર નહી થાય તો કોગ્રેસ ભાજપના તાયફાઓનો વિરોધ પણ કરશે તેવામાં કોગ્રેસે આજે પંચાયતી ચુંટણીમાં આવેલા પરિણામો રાપર એ.પી.એમ.સીમાં આવેલા સારા દેખાવ સાથે તેમાં મેળવેલી જીત બાદ જ્યુબેલી સર્કલ પર ફટાકડા ફોડી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ચોક્કસ લોકશાહીમાં ઊજવણી નો હક્ક કદાચ દરેક રાજકીય પાર્ટીને છે. પરંતુ અહી પ્રશ્ર્ન એ છે. કે શુ ભાજપના તાયફાઓનો વિરોધ કરવાની ચિમકી આપનાર કોગ્રેસનો નાની અમથી ચુંટણીમાં જીત પછી ઉજવણીનો આ તાયફો યોગ્ય છે..?

ચુંટણીમાં વિજયનો ઉત્સાહ જરૂરી પણ સમય પણ જોવો જોઇએ

ગુજરાતીમા એક કહેવત છે. ગુરૂ ગોળ ખાય અને શિષ્યને શિખામણ આપે, કચ્છ કોગ્રેસ પણ કઇક એવુજ કરી રહી છે. એક તરફ કચ્છમાં અછત છે. અને તે મામલે કોગ્રેસ આક્રમક પરંતુ વાંઝીયો વિરોધ કરી રહી છે. અને ભાજપના કાર્યક્રમોમાં વિરોધ માટે પણ પહોંચી જાય છે. અને કચ્છમાં અછતની સ્થિતીમા ભાજપ તાયફાઓ કરે છે તેવી બુમરાણ પણ મચાવે છે. કદાચ તેમનો આ મુદ્દો સાચો પણ હશે પરંતુ હવે જ્યારે નૈતિકતા દર્શાવવાનો વારો જ્યારે કોંગ્રેસનો આવ્યો છે. ત્યારે તેઓ પણ સમય અને કચ્છના સંજોગો ભુલી ગયા અને એટલેજ કદાચ ભાજપને હરાવવાની ખુશીમાં તેઓ કચ્છમાં પશુપાલકો,ખેડુતો અને પશુઓ બેહાલ છે તે વાસ્તવિકતા ભુલી ગયા અને નાની કહી શકાય તેવી ચુંટણીમાં વિજયની ખુશી ફટાકડા ફોડીને કરી બેઠા જેમાં કોગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો હોંશભેર જોડાયા હતા. આ મામલે ન્યુઝ4કચ્છ એ કોગ્રેસને સંપર્ક કરવાનો પ્રયત્ન જ કર્યો ન હતો. કેમકે સત્તાપક્ષ કદાચ સત્તાના મદમાં આવુ કરે તે માની શકાય પરંતુ વિપક્ષ તાયફાઓના વિરોધ વચ્ચે જ્યારે પ્રજાહિતની વાતો કરતા કરતા એજ તાયફાઓ નાની ચુંટણીની જીત બાદ કરે તે યોગ્ય તો ન જ ગણી શકાય..આજે જ્યુબેલી ગ્રાઉન્ડ નજીક પુર્વ પ્રમુખ નરેશ મહેશ્ર્વરી મહિલા કોગ્રેસ પ્રમુખ જયવિરસિંહ જાડેજા,રફીક મારા,સહિત મોટી સંખ્યામાં કોગ્રેસી કાર્યક્રરો જોડાયા હતા. અને મીઠાઇ વહેંચવા સાથે ફટાકડા ફોડી જીતની ઉજવણીનો તાયફો કર્યો હતો.
ચોક્કસ જીતનો ઉનમાદ હોય અને લોકશાહીમા તે હોવો જોઇએ પરંતુ એક તરફ કચ્છની અછતની સ્થિતીને લઇને કોગ્રેસ ચિંતીત છે. ત્યારે જે વિસ્તારમાં સારા પરિણામો આવ્યા તે વિસ્તાર પુરતો કોગ્રેસનો ઉત્સવ કદાચ યોગ્ય ગણી શકાય પરંતુ તેની જીલ્લા વ્યાપી ઉજવણીએ કોગ્રેસની બેધારી નિતીને ચોક્કસ ખુલ્લી પાડી છે.