Home Current સ્મૃતિ ઈરાનીએ કચ્છના હસ્તકલા કારીગર અબ્દુલ ગફુર ઉપર કરેલું ટ્વીટ ચર્ચામાં

સ્મૃતિ ઈરાનીએ કચ્છના હસ્તકલા કારીગર અબ્દુલ ગફુર ઉપર કરેલું ટ્વીટ ચર્ચામાં

1041
SHARE
કચ્છના એક દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની આમ તો હમેંશા કોઈને કોઈ મુદ્દે મીડિયામાં ચમકતા રહે છે. પણ, તેમનો આજનો કચ્છનો પ્રવાસ તેમની મુલાકાત પહેલા અને તેમની મુલાકાત બાદ પણ ત્રણેક કારણોસર ચર્ચામાં રહ્યો.
તેમના કચ્છના પ્રવાસ પહેલા તેમણે દત્તક લીધેલા નિરોણા ગામના ગ્રામજનોએ સ્મૃતિ ઈરાની પાસે નર્મદાના મીઠા પાણી ની માગણી કરી અને જો મીઠુ પાણી ન મળે તો ૧૦ હજારની માનવ વસ્તી અને ૧૦ હજાર પશુઓના સ્થળાંતર ની ભીતિ વ્યક્ત કરી.
સ્મૃતિ ઈરાની આજે કચ્છી બાંધણી સાડી પહેરીને બિલકુલ આપણા કચ્છી મહિલા ના પરિવેશ મા નિરોણા પહોંચ્યા. તેમની બાંધણી સાડી આકર્ષણ નું કેન્દ્ર બની. સ્મૃતિ ઈરાની પોતાનું કેન્દ્રીય મંત્રી પદ અને સ્ટાર પદ ભૂલીને જાણે નિરોણા ગામ જ તેમનું વતન હોય એ રીતે લાગણીપૂર્વક નિરોણા ની ગ્રામીણ મહિલાઓ ને મળ્યા.
હવે વાત સ્મૃતિ ઈરાની એ કરેલા ‘ટ્વીટ’ની !! સામાન્ય રીતે સ્મૃતિ ઈરાની પોતે જ સેલીબ્રીટી છે. કોઈ પણ વ્યક્તિઓ જ્યારે તેમને મળે ત્યારે પોતે સ્મૃતિ ઈરાની ને મળ્યા છે એવું દર્શાવવા ફોટાઓ કે સેલ્ફી મુકતા હોય છે., અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર ના માધ્યમ થી તેને શેર કરી ગૌરવ અનુભવતા હોય છે. પણ, સ્મૃતિ ઈરાનીએ કરેલા ‘ટ્વીટ’ મા તેમણે નીરોણા ના હસ્તકલા કારીગર અબ્દુલ ગફુર ખત્રીનો ખાસ ઉલ્લેખ કર્યો. દેશના પોલિટિક્સ મા પાવરફુલ નેતા અને ફિલ્મ ટીવી ક્ષેત્રે સેલીબ્રીટી એવા તુલસી ઈરાનીએ પોતાના ‘ટ્વીટ’ મા અબ્દુલ ગફુર ખત્રી ને મળીને કચ્છના આ હસ્તકલા કારીગર ને મળવાનો મોકો મળ્યો તે મુલાકાતને પોતાના માટે અવસર અને સન્માનજનક ગણાવી. અને તેનો તેમણે ખાસ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં ઉલ્લેખ કર્યો તેની સાથે તેમણે કચ્છની રોગાન કલાને જીવંત રાખવા માટે અબ્દુલ ગફુર ખત્રીની મહત્વની ભૂમિકા ને મહત્વની ગણાવી. તુલસી ઈરાની નું આ ટ્વીટ દિલ્હી થી કરીને કચ્છ સુધી ચર્ચામાં રહ્યું.