Home Current રાંધણગેસના વધતા ભાવ : કચ્છ કોગ્રેસની મહિલાઓએ નોંધાવ્યો કંઈક આ રીતે વિરોધ 

રાંધણગેસના વધતા ભાવ : કચ્છ કોગ્રેસની મહિલાઓએ નોંધાવ્યો કંઈક આ રીતે વિરોધ 

1188
SHARE
દેશમા મોંઘવારીએ માજા મુકી છે એક તરફ નોટબંધી,જી.એસ.ટી જેવા કાયદાથી લોકો પરેશાન છે તેવામા પેટ્રોલ-ડીઝલના ભાવો પણ સતત વધી રહ્યા છે જો કે અન્ય વસ્તુની જેમ રાંધણગેસના વધતા ભાવે આમ ગૃહિણીનુ બજેટ ખોરવ્યુ છે સસ્તો ગેસ આપવાની જાહેરાતો પછી ગેસના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે આજે કોગ્રેસની મહિલાઓએ તેનો અનોખી રીતે વિરોધ કર્યો હતો આમતો કોગ્રેસની મહિલાઓ દ્વારા સતત ખાદ્યચીજો,અનાજ,કઠોળ અને શાકભાજીમા વધી રહેલા ભાવનો વિરોધ થતો રહયો છે પરંતુ એક તરફ દિવાળી જેવા તહેવારો છે અને રાંધણગેસના ભાવ આસમાને છે ત્યારે આજે કચ્છ જીલ્લા કોગ્રેસ મહિલા મોરચાની મહિલાઓએ ભુજના વાણીયાવડ વિસ્તારમાં ચુલા પર ચાય બનાવવા સાથે વિરોધ નોંધાવી સંદેશ આપ્યો હતો કે રાંધણગેસના વધતા ભાવથી ફરી મહિલાઓ ચુલા પર રસોઇ બનાવવા મજુબર બની છે સુત્રોચાર અને વિવિધ બનેરો સાથે મહિલાઓએ આજે વાણીવાડની મુખ્ય બઝારોમા રેલી કાઢી હતી અને ત્યાર બાદ સુત્રોચાર સાથે ચુલા પર રસોઇ બનાવી વિરોધ નોંધાવ્યો હતો કચ્છ જીલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ કલ્પનાબેન જોષીએ જણાવ્યુ હતુ કે દરેક વસ્તુઓ ગૃહિણીના બજેટ પર અસર કરી રહી છે અને તહેવારો સમયે લોકો અસહ્ય ભાવ વધારાનો માર સહન કરી રહ્યા છે અને પ્રજાના વિરોધનો પડઘો પાડવા મહિલા કોગ્રેસે આજે આ વિરોધ કરી સરકારને ભાવ ઘટાડવા માટે માંગ કરી છે.