Home Current PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટની સમીક્ષા માટે CM સોમવારે ભુજમાં – મોદી...

PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટની સમીક્ષા માટે CM સોમવારે ભુજમાં – મોદી આવતા મહિને કચ્છ આવશે?

2259
SHARE
દિવાળી બાદ નવા વર્ષના પ્રારંભે કચ્છ ભાજપ દ્વારા સોમવારે સ્નેહમિલન નું આયોજન કરાયું છે. મીરઝાપર (ભુજ) મધ્યે યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના હોઈ સમગ્ર જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહે તે માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દરમ્યાન ન્યૂઝ4કચ્છને વિશ્વસનીય સૂત્રો માં થી મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી ના કચ્છ પ્રવાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આવતા મહિને ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભુજીયા ના સ્મૃતિ વન નું લોકાર્પણ કરે તેવી શકયતા છે. જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો એ જ રીતે ભુજીયાનો પ્રોજેક્ટ પણ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ૨૦૧૯ ની લોકસભા ની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે તેમના ગુજરાતના જે કંઈ પ્રોજેક્ટ છે, તે પ્રોજેક્ટ ઝડપભેર પુરા થાય અને તેનું લોકાર્પણ થાય. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજીયા ની કામગીરી નિહાળશે. CM અને PM ના ભુજના પ્રવાસ ને પગલે આર એન્ડ બી ના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ગાંધીનગર થી ભુજ આવી ગઈ છે અને ભુજીયાની કામગીરીની સમીક્ષા કરી રહી છે. બીજી બાજુ કચ્છની અછતને અનુલક્ષીને પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની વર્તમાન પરિસ્થિતિ જાણવા સમીક્ષા બેઠક યોજશે. અત્યાર થી જ કચ્છમા ઘાસ ની આવક પણ વધી રહી છે. સરકારે પાંજરાપોળ ના પશુઓ માટે સબસીડી માટે ગ્રાન્ટ ફાળવીને ચુકવણું પણ શરૂ કરી દીધું છે. જોકે, મુખ્યમંત્રી કદાચ ઢોરવાડા ની જાહેરાત પણ કરી શકે છે.