Home Current કચ્છના પાંચ મહિલા તલાટી, પ્રમુખ સહિત ૧૪ તલાટીઓની બઢતી સાથે બદલી –...

કચ્છના પાંચ મહિલા તલાટી, પ્રમુખ સહિત ૧૪ તલાટીઓની બઢતી સાથે બદલી – જાણો કોણ ક્યાં મુકાયું?

2995
SHARE
તલાટીઓ ની રાજ્યવ્યાપી હડતાલ બાદ સરકારે તેમની માંગણીઓ નો સ્વીકાર કર્યા બાદ આજે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા ૧૪ તલાટીઓની બઢતી સાથે બદલી કરી છે. વિસ્તરણ અધિકારી તરીકે ના સંવર્ગ માં સમાવાયેલા આ તલાટીઓ નું પગાર ધોરણ પણ વધશે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ કરેલા બદલીના ઓર્ડર સાથે વિસ્તરણ અધિકારી તરીકે આ તલાટીઓ બદલી કરાયેલ નવી જગ્યાએપોતાનો કાર્યભાર સંભાળશે.

પાંચ મહિલા તલાટી, પ્રમુખ સહિત કુલ ૧૪ તલાટીઓ હવે આ જગ્યાએ સંભાળશે કાર્યભાર

વિસ્તરણ અધિકારી તરીકે જેમની બઢતી સાથે બદલી થઈ છે, એમના નામ આ પ્રમાણે છે.
(૧) એ. સી. ઠક્કર- ભચાઉ-૧ તા.પ., (૨) જી. આર. ઓઝા- વિંઝાણ-૩, (૩) એ. એ. વ્યાસ- નલિયા-૧ તા.પ., (૪) ડી. બી. પંડ્યા-દયાપર-૧ તા.પ., (૫) કચ્છ જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખ રાજુભા જાડેજા મુન્દ્રા-૧ તા.પ., (૬) જી. પી. રાણા- ભુજ-૧ તા.પ., (૭) એન. કે. શ્રીમાળી અંજાર-૧ તા.પ. (૮) જે. એલ. લુણાચીયા- મુન્દ્રા-૨ (૯) જે. એચ. ભોજાણી- ભચાઉ-૨ ઉપરાંત પાંચ મહિલા તલાટીઓ (૧૦) મંજુલાબેન બરંડા- માંડવી-૧ તા.પ., (૧૧) મીરાબેન ગઢવી- નખત્રાણા-૧ તા.પ., (૧૨) કૌશિકાબેન મજીઠીયા- અંજાર-૨, (૧૩) દીપાબેન આચાર્ય- ગઢશીશા-૩, (૧૪) વર્ષાબેન જાની- ભુજ-૨.