એક સમય હતો જ્યારે કોગ્રેસની સરકાર હતી અને ગુજરાતમા ભાજપની સરકાર હતી ત્યારે ભાજપ મોંઘવારી,ભષ્ટ્રાચાર સહિત અનેક મુદ્દે કોગ્રેસનો વિરોધ કરતો અને રસ્તા પર ઉતરતુ જો કે 2014માં ગુજરાત અને કેન્દ્ર બનેમાં ભાજપની સરકાર આવી ત્યાર કદાચ ભાજપ વિરોધ કરવાનુ પ્રજાહિતમા ભુલી ગઇ છે જો કે 2019ની ચુંટણી પહેલા પાંચ રાજ્યોમા નબળા પરિણામો અને રાફેલ ડીલ મુદ્દે સતત કોગ્રેસના વિરોધ પછી હવે ભાજપે પણ કોગ્રેસ સામે લડત શરૂ કરી છે અને તેનુ કારણ છે રાફેલ ડીલ મુદ્દે તાજેતરમાંજ સુપ્રીમકોર્ટમાંથી ક્લીનચીટ બાદ હવે ભાજપે કોગ્રેસ પર દુષપ્રચારના આક્ષેપ સાથે તેને ઘેરવાની જાણે રણનીતી બનાવી હોય તેમ રાષ્ટ્રહિતને આગળ ધરી ભાજપ કોગ્રેસનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે આજે કચ્છ જીલ્લા ભાજપે લાંબા સમય બાદ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને રેલી સ્વરૂપે કલેકટર મારફતે રાષ્ટ્રપતીને એક પત્ર પાઠવ્યો હતો અને કોગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી તથા ભારતની શાખ ખરડનાર આ મુદ્દાનો ખોટો પ્રચાર કરનાર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
શુ રાફેલ ડીલના મુદ્દે કાયદાકીય વિજય પછી પણ ભાજપ બેકફુટ પર?
સુપ્રીમકોર્ટના જજમેન્ટ પછી પણ રાફેલ ડીલ મુદ્દે ધમાસાણ અને શાબ્દીક યુધ્ધ ચાલુ છે જો કે એક વાત નક્કી છે કે રાહુલ ગાંધીએ ઉઠાવેલા આ મુદ્દાથી ભાજપ સતત 6 મહિનાથી પરેશાન ચોક્કસ હતુ અને કદાચ તેનુજ પરિણામ છે કે ભાજપનુ 2019 પહેલા વિધાનસભામાં પરિણામ ખરાબ રહ્યુ જો કે હવે સુપ્રીમમાંથી ક્લીનચીટ બાદ ભાજપે કોગ્રેસના આ આક્ષેપને દુષપ્રચાર ગણાવવા માટે રસ્તા પર ઉતરવુ પડ્યુ છે અને તેથી જ કચ્છ સાથે ઠેરેઠર ભાજપ લોકોનો વિશ્ર્વાસ સંપાદીત કરવા માટે રસ્તા પર ઉતરી રાફેલ ડીલમા કોઇ ભષ્ટ્રાચાર નથી થયો તેવો પ્રચાર કરવા ઉતરી પડ્યુ છે જેનુ કારણ આગામી 2019ની ચુંટણી છે. કેમકે વિધાનસભામા રાફેલ ડીલનો મુદ્દો લોકસભામા પણ કોગ્રેસ માટે શસ્ત્ર શાબિત થઇ શકે છે.
વિશાળ સંખ્યા દેખાડવા માટે ભાજપી કાર્યક્રરો આગેવાનોએ રાહ જોઇ
પ્રદેશ ભાજપની સુચના મુજબ ભાજપે આયોજીત કરેલા આ કાર્યક્રમની આમતો કાર્યક્રરો આગેવાનોને વહેલી જાણ કરી દેવાઇ હતી પરતુ આજે જ્યારે આવેદનપત્ર આપવાનો સમય થયો ત્યારે કાર્યક્રરો અને ખુદ ભાજપ પ્રમુખ મોડા પડ્યા અને 11-30 ની આસપાસ જે આવેદનપત્ર આપવાનુ આયોજન હતુ તે મોડુ થયુ સુત્રોએ તો ત્યા સુધી કહ્યુ કે ઘણા કાર્યક્રરો આગેવાનો જુથ્થબંધીના પગલે આવવા પણ તૈયાર ન હતા પરંતુ સમજાવી અને ક્યાક મીઠો ઠપકો આપી કાર્યક્રરોની મોટી સંખ્યા ભેગી કરાઇ જો કે તે સાથે લોકોમા આશ્ર્ચર્ય એ પણ હતુ કે ભાજપના કાર્યક્રરો આગેવાનોને લોકોએ લાંબા સમય બાદ વિરોધ માટે રસ્તા પર જોયા છે. ભલે વાત રાષ્ટ્રવાદની હોય પરંતુ મુદ્દો પાર્ટીનો છે પ્રજાહીતનો નહી.