Home Current ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટની લોકકલા,સંસ્કૃતિનો અનુભવ જો કચ્છમાં કરવો હોય તો...

ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટની લોકકલા,સંસ્કૃતિનો અનુભવ જો કચ્છમાં કરવો હોય તો થઈ જાવ તૈયાર

1713
SHARE
આજે આપણને સૌને સતત નવું જાણવાનો અને નવા નવા સ્થળોએ ફરવા જવાની જિજ્ઞાસા રહે છે. તેમાં એ અત્યારે સૌથી વધુ કોઈ હિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હોય તો તે નોર્થ ઈસ્ટ છે. કચ્છ જેવા પશ્ચિમી સરહદે આવેલા જિલ્લા થી નોર્થ ઇસ્ટ ના રાજ્યો અંદાજીત ૩ હજાર કિલોમીટર જેટલા દૂર હોઈ ત્યાં પ્રવાસે જવાનું આયોજન આપણાં માટે પ્રમાણ માં થોડું મુશ્કેલ પણ રહે છે. પરંતુ હવે નોર્થ ઇસ્ટ ના રાજ્યો ની સંસ્કૃતિ ત્યાંના લોકો ના કલ્ચર વિશે જાણવા માંગતા હો તો તૈયાર થઈ જજો. કચ્છ ના ઘર આંગણે જ તેનું આયોજન ગોઠવાઈ ગયું છે.

જાણો ભુજ ની ભાગોળે ક્યાં કરાયું છે આયોજન?

આગામી તારીખ ૧૯ થી ૨૩ જાન્યુઆરી સુધી એમ એક સાથે પાંચ પાંચ દિવસ આપણે ત્યાં નોર્થ ઇસ્ટ ના રાજ્યો ની સંસ્કૃતિ ઉજાગર થશે. આ સમગ્ર આયોજન વિશે ન્યૂઝ4કચ્છ ને માહિતી આપતા એલએલડીસી ના મહેશ ગોસ્વામી કહે છે કે, ભુજની ભાગોળે પદ્ધર ગામ પાસે આવેલી એન્કર ફેકટરી સામે એલએલડીસી ના કેમ્પસમાં શ્રુજન અને એલએલડીસી દ્વારા આ ફોક ફેસ્ટીવલ ‘નમસ્તે’ નું આયોજન કરાયું છે. એલએલડીસી, શ્રુજન દ્વારા ફોક ફેસ્ટિવલ ના બેનર તળે દર વર્ષે ગુજરાતના અન્ય જિલ્લાઓ, કે અન્ય રાજ્યો સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન નું આયોજન કરાય છે. આ વખતે નોર્થ ઇસ્ટ ના પૂર્વોત્તર રાજ્યો સાથે કચ્છની સંસ્કૃતિ નું આદાનપ્રદાન થશે એટલે કે આપણા દેશ ના એક છેડે આવેલી પૂર્વ ની સંસ્કૃતિ સાથે બીજે છેડે આવેલી આપણી પશ્ચિમ ની સંસ્કૃતિ નું મિલન થશે. ૧૯ મી જાન્યુઆરી ના સાંજે નાગલેન્ડ ના ગવર્નર પદ્મનાભ આચાર્ય, ગુજરાત ના રાજ્યપાલ ઓ.પી કોહલી, એલએલડીસી,શ્રુજન સંસ્થાના સ્થાપક શ્રોફ પરિવારના મોભીઓ અને અન્ય મહેમાનો ની ઉપસ્થિત માં એલએલડીસી ફોક ફેસ્ટીવલનો પ્રારંભ થશે. જેમાં નોર્થ-ઈસ્ટ રાજ્યોના લગભગ ૧૦૦ જેટલાં કલાકારો કારીગરો પોતાની કલાકૃતિઓ તેમ જ લોકકલા ના કામણ પાથરશે. આ ફોક ફેસ્ટીવલ દરમ્યાન પૂર્વોત્તર રાજ્યો ની વાનગીઓ ની મોજ પણ માણી શકાશે. કચ્છી કલાકારો માં કોક સ્ટુડિયો ફેઈમ મુરાલાલા, કલાવારસો ના ભારમલ સંજોટ સહિત અનેક નામાંકિત ના કચ્છી કલાકારો કચ્છી લોક સંગીતની મોજ કરાવશે. ૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમ્યાન રોજ સાંજે ૪ થી ૧૦ વાગ્યા સુધી આયોજિત આ ‘નમસ્તે’ કાર્યક્રમ વિશે વધુ માહિતી એલએલડીસી ફોન નંબર 02832-229090 ઉપર થી તેમ જ website: www. shrujanlldc.org ઉપર થી મળી શકશે. ભાગ્યે જ જોવા મળે એવો આ કાર્યક્રમ જ્યારે ઘર આંગણે ભુજ ની ભાગોળે જ જોવાનો લ્હાવો મળતો હોય તો આ લ્હાવો ચૂકવા જેવો નથી.