સામાન્ય રીતે લોકોની એવી ફરીયાદ હોય છે કે તેમના વિસ્તારમાં ઉદ્યોગો દ્વારા થતી કનડગત સામે ધારાસભ્યો તેમની ફરીયાદ સાંભળતા નથી કચ્છના ઘણા ઉદ્યોગો એવા છે જેની ફરીયાદ સામે ચુંટાયેલા પ્રતિનીધીઓ મૌન રહેવાનુ વધુ પસંદ કરે છે તે પછી સત્તાપક્ષ ભાજપના હોય કે કોગ્રેસના ઉદ્યોગોના નાક દબાવવા માટેની રાજકીય લડાઇ અનેક થઇ પરંતુ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જડેજાએ લોકોની ફરીયાદ અને માંગણીઓને પરિણામ સુધી લઇ જવાની નેમ સાથે આજથી લડતના મંડાણ કર્યા છે ખાણ-ખનીજ વિભાગ આર.ટી.ઓ,પ્રદુષણ નિંયત્રણ જેવી કચેરીઓને અંધારામા રાખી અબડાસાના બે સિમેન્ટ ઉદ્યોગો હમેંશા ચર્ચામાં રહ્યા છે જેની સામે સમંયાતરે કાયદાકીય ફરીયાદો પણ વહીવટીતંત્રએ કરી છે પરંતુ અત્યારે જ્યારે કચ્છમાં દુષ્કાળની સ્થિતીમાં બોર્ડર વિસ્તારના ગામો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોની ઉદ્યોગો પ્રત્યે મદદની અપેક્ષા વધી છે અને આવા 30થી વધુ ગામોની માંગણીઓના પડઘા પાડવા માટે આજે અબડાસાના ધારાસભ્યએ ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે તેના સમર્થકો સાથે આમરંણાત ઉપવાસ શરૂ કર્યા છે.
લડત પરિણામ સુધી લઇ જવાની ઇચ્છા સાથે આ છે ધારાસભ્યની માંગણી
કચ્છમા અનેક ઉદ્યોગો સ્થાયી હોવા છંતા શિક્ષીત બેરોજગાર અને સ્થાનીક લોકોને રોજગારી આપવામાં ઉદ્યોગોએ હમેંશા પાછીપાની કરી છે. જે રેકર્ડ કદાચ સરકારી ચોપડે પણ હશે પરંતુ ધારાસભ્યએ આજે ઉદ્યોગોના આસપાસ આવેલા ગામોની માંગણીઓ મુકતા અછતના દિવસોમાં ઘાસ પાણી માટે મદદ અને નિયમ મુજબ સ્થાનીક લોકોને રોજગારી આપવાની માંગ સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ગેટ સામેજ તેના ટેકેદારો અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે અનસન શરૂ કર્યા હતા અને ઝડપી ઉકેલની આશા સાથે ઉદ્યોગોને ખુ્લ્લી ચીમકી આપતા ધારાસભ્ય પદ્યુમનસિંહે જણાવ્યુ હતુ કે સ્થાનીકથી લઇ ગાંધીનગર સુધી રજુઆત કરી પરિણામ કાઇ ન આવ્યુ પરંતુ હવે ઘાસ-પાણી સ્થાનીક રોજગારીના મુદ્દે કંપની સામે તેઓ છેલ્લે સુધી લડી રહેશે
મારી લડત લોકો માટેજ છે મારે ઉદ્યોગમાં કોઇ કામ નથી
ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકડાયેલા અને અબડાસાના આગેવાન પદ્યુમનસિંહ આમતો છેલ્લા 1 વર્ષથી અબડાસા વિસ્તારમા આવનાર પવનચક્કી અને સ્થાયી થયેલા ઉદ્યોગો સામે ફરીયાદો કરતા રહ્યા છે તો વળી આજથી કંપની સામે તેમણે શરૂ કરેલી લડતથી તેમની સામે ખુલ્લીને તો ક્યાક આડકતરી રીતે સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. ક્યાક ચર્ચા એવી છે કે ઉદ્યોગો પાસે હપ્તો લેવા અને પોતાનુ કામ પાર પાડવા ધારાસભ્યએ આ લડત શરૂ કરી છે. તો ક્યાક પોતાનુ જુનુ સેટીંગ કંપની સામે વિખાઇ જવાથી માત્ર અલ્ટ્રાટેક કંપની સામે જ ધારાસભ્યએ લડત શરૂ કરી છે ત્યારે આજે અનસન છાવણી પર ખુલ્લા મંચ પરથી તેઓએ આ તમામ આક્ષેપો નકાર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે મને ચુંટીને ધારાસભ્ય બનાવનાર લોકો માટે હું છું લોકો એમ કહેશે કે ઉદ્યોગોની નીતીથી તેમને કોઇ મુશ્કેલી નથી તો હું આ લડાઇ બંધ કરી દઇશ. કચ્છમા અનેક ધારાસભ્યોના ઉદ્યોગગૃહો સાથેના સારા સંબધો અનેકવાર ચર્ચામા આવ્યા છે તે પછી અદાણી હોય કે બી.કે.ટી પર્યાવરણને નુકશાન હોય કે પછી સ્થાનીક લોકોને ઉદ્યોગીક નીતીથી થતી મુશ્કેલી કાયદો અને વહીવટી તંત્ર લોકોના પ્રશ્ર્નો બાબતે હમેંશા અનેદેખી કરતા આવ્યા છે જો કે હવે ગાંધી ચીધ્યા માર્ગે અબડાસાના ધારાસભ્યએ લડત માટે પહેલ કરી છે આજે અનસન પર બેઠા બાદ તેઓ ચક્કાજામ અને રસ્તારોકો જેવા કાર્યક્રમો સાથે ધરપકડ માટે પણ તૈયાર છે પરંતુ ખુલ્લા પડકાર સાથે તેઓએ આ લડાઇને પરિણામ સુધી લઇ જવાની નેમ વ્યક્ત કરી છે ત્યારે હવે જોવુ એ અગત્યનુ રહેશે તેમની આ લડાઇનો સીધો કે આડકતરો ફાયદો ભવિષ્યમાં કોને મળે છે.