અબડાસા લખપત અને નખત્રાણા વિસ્તારમાં આવેલા ઉદ્યોગકારો અછતની સ્થિતિમાં પશુપાલકો ખેડૂતો અને રોજગારી મુદ્દે મદદ કરે તેવી માંગ સાથે અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આદરેલી લડત અંતે રંગ લાવી છે ખાસ કરીને અબડાસા વિસ્તારમાં સ્થાયી થયેલા અલ્ટ્રાટ્રેક સીમેન્ટ કંપની સામે ધારાસભ્ય અને તેના ટેકેદાર સહિત સ્થાનિક લોકો એ બાયો ચડાવી હતી ત્યારે આજે કંપની દ્વારા લેખિત ખાતરી સાથે અછત માં શક્ય તેટલી મદદ માટેની તૈયારી સાથેની માંગ સંતોષતા ઉપસ્થિત આગેવાનો એ ધારાસભ્ય ને પારણા કરાવ્યા હતા કંપનીના જનરલ મેનેજર સહિત અનેક રાજકીય સામાજીક આગેવાનો પારણા સમયે હાજર રહ્યા હતા આ અગાઉ ધારાસભ્યએ ખુલ્લી ચિમકી સાથે કંપની અછતમાં મદદ માટે આગળ ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસવાનુ નક્કી કર્યું હતું જેને આસપાસના ૩૦ થી વધુ ગામના લોકો એ સમર્થન આપ્યું હતું જો કે ખાતરી બાદ તેનો લાભ સ્થાનીક લોકો ને કેટલો મળે છે તે જોવું રહ્યુ પરંતુ રાજકીય ઇચ્છાશક્તિથી અબડાસાના ધારાસભ્ય એ શરુ કરેલી લડતમાં તેમણે જીત મેળવી છે જે કદાચ અન્ય ચુટાયેલા પ્રતિનીધીઓ માટે એક ઉદાહરણ રૂપ છે.