વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે મુખ્યમંત્રી વિજય રૂપાણી વાત ભલે ને વિકાસ ની કરતા હોય પણ ભુજ નગરપાલિકાના વહીવટમાં વિકાસને બદલે જાણે વિવાદ કોઠે પડી ગયો છે ચૂંટાયા પછી ભાજપના નગરસેવકો આપસમાં લડાઈ ઝઘડામાં વ્યસ્ત છે બીજી બાજુ જિલ્લાના પાટનગર ભુજમાં સતત ચીફ ઓફિસર બદલાયા કરે છે હાલમાં જ માંડવી પાલિકાના ચીફ ઓફિસર સદીપસિંહ ઝાલાને હમણાં જ ૬ મહિના થયા ભુજ પાલિકાનો ચાર્જ અપાયો હતો પણ, આજે તેમની પાસેથી ભુજ પાલિકાનો ચાર્જ પરત લઈને તેમને ગાંધીધામ પાલિકાના CO તરીકેનો વધારાનો ચાર્જ અપાયો છે ભુજ પાલિકાના CO તરીકે ગાંધીધામ પાલિકાના નીતિન બોડાતને કાયમી તરીકે ભુજ પાલિકાના CO નો કાર્યભાર સોપાયો છે.
સંદીપસિંહ ની બદલી શા માટે? જાણો તેમણે શું કહ્યું?
ભુજ નગરપાલિકા ખરેખર શા માટે ચર્ચામાં રહે છે? ભુજના લોકોમાં આ પ્રશ્ન વિશે શું ચર્ચા થાય છે એ વાત કચ્છ ભાજપના નેતાઓ જાણે છે, છતાંયે ફરી એકવાર જાણી લે. વિકાસને બદલે વિવાદના કારણે જ ભુજ પાલિકાનો વહીવટ ચર્ચામાં છે, અને હા સાથે ભુજ પાલિકાના નવા કે જુના હોદેદારોનો અને અમુક ચોક્કસ કર્મચારીઓનો પ્રજાના ભોગે પોતાનો “સ્વ વિકાસ” પણ ખરો જ. અત્યારે ભુજ પાલિકામાં બે જૂથ પડી ગયા છે. કારોબારીની બેઠક લાંબો સમય થયા યોજાઈ શકતી નથી, તેનું કારણ ભાજપના નગરસેવકોની આંતરિક જુથબંધી !! હમણાં જ અમુક નગરસેવકો સામસામે બોલાચાલી પછી હાથાપાઈ પર પણ આવી ગયા હતા. પ્રમુખ અને કારોબારી ચેરમેનનું જૂથ સામસામે હોવાનું પણ ચર્ચા માં છે. જોકે, ન્યૂઝ4કચ્છ સાથે બદલી મુદ્દે વાત કરતા બદલી પામેલા CO સંદીપસિંહ ઝાલાએ તેમના ફાયરબ્રાન્ડ બોલકા સ્વભાવ સાથે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હજી હમણા જ તેમણે કાર્યભાર સભાળ્યો અને તેમને હવે ગાંધીધામ પાલિકાનો વધારાનો હવાલો સોપાયો છે. તેમની પાસે માંડવી પાલિકાનો કાયમી હવાલો તો છે જ!! બદલી થયા બાદ ન્યૂઝ4કચ્છ સાથે ટેલિફિનિક વાતચીત કરતા સંદીપસિંહ ઝાલાએ એક તબક્કે તો પોતાની બદલી માંગણી વાળી જગ્યાએ ગાંધીધામમાં થઈ હોવાનું જણાવ્યું હતું. પણ, પછી તેમણે પોતાની બદલી પાછળ આડકતરી રીતે રાજકારણ હોવાની શંકાને સમર્થન આપ્યું હતું. દર વર્ષે ૧૦૦ કરોડ ₹ વિકાસ ખર્ચ માટે આપવામાં આવે છે. પણ, ભુજનો વિકાસ માત્ર કાગળ પર જ વધુ છે. હવે નવા કાયમી સીઓ નીતિન બોડાત સામે ભુજ પાલિકાનો વહીવટ પાટે ચડાવવાનો પડકાર છે.