Home Current અબડાસાના રામવાડા નજીક કીચડમા ફસાયેલી ગાયને ધારાસભ્યની મદદે જીવનદાનઆપ્યુ

અબડાસાના રામવાડા નજીક કીચડમા ફસાયેલી ગાયને ધારાસભ્યની મદદે જીવનદાનઆપ્યુ

6069
SHARE
ગૌ-ભક્તિની વાત હોય કે વાત ગાયોની રક્ષાની હોય ચુંટણી સમયે અને સંમયાતરે તેના મુદ્દે રાજનીતી થતી આવી છે વર્તમાન સંવેદનશીલ મુખ્યમંત્રીએ પણ ગાયોની કતલ અટકાવવા માટે કડક સજા માટેની જોગવાઇ કરી છે પરંતુ તેનાથી ગાયોની રક્ષા થાય છે ખરી? તે તો રામ જ જાણે પરંતુ આજે આપણે વાત કરવી છે અબડાસાના ગૌ ભક્ત ધારાસભ્ય વિષે આમતો મામલો જ્યારે બિનરાજકીય હોય ત્યારે ગાય માતા સૌ માટે પુજનીય છે પરંતુ ધારાસભ્ય તેની મદદ માટે કામ અધુરા મુકી મદદ માટે દોડી આવે તો? વાત કાઇક આવીજ સામે આવી છે અબડાસામા ની કે જ્યા સામાજીક પ્રસંગે ધારાસભ્ય જઇ રહ્યા હતા પરંતુ રસ્તામાં તેને પાણી-અને કીચડથી ભરેલા એક ખાડામા ગાય ફસાયેલી જોઇ અને કઇપણ વિચાર કર્યા વગર લાગી ગયા તેની મદદ માટે સ્થાનીક વટેમાર્ગુઓ પણ જોડાતા ગયા અને અથાગ પરિશ્રમ પછી ગાયને મળ્યુ નવજીવન

ધારાસભ્ય ખુદ ઉતર્યા કીચડમાં

સામાન્ય રીતે આવી બચાવ-રાહતની કામગીરી હોય ત્યારે સ્વાભાવીક રીતેજ ચુંટાયેલા પ્રતિનીધીઓ તંત્રની મદદ સાથે સ્થળ પર શોભામાં અભિવૃધી કરતા હોય છે પરંતુ અહી શરૂઆત ખુદ ધારાસભ્યએ કરી અબડાસા વિસ્તારમા એક સામાજીક કાર્ય માટે ધારાસભ્ય જઇ રહ્યા હતા ત્યારેજ રામવાડા અને વડરાજ સિમેન્ટ કંપની વચ્ચેના રસ્તા પર એક ગાય ફસાયેલી જોવા મળી સ્થાનીક વટેમાર્ગુની મદદ લીધી અને કઇપણ વિચાર્યા વગર એક સામાન્ય નાગરીકની જેમ તેઓ ગાયની મદદ માટે કાદવ ભર્યા પાણીના ખાડામા ઉતરી ગયા અને ગાયને બહાર કાઢી તેને નવજીવન આપ્યુ જો કે સૌથી અગત્યની વાત એ હતી કે ગાયની મદદ માટે અનેક લોકો દોડી આવ્યા હતા પરંતુ ધારાસભ્ય જાતે તેની મદદ માટે ખડેપગે ઉભા અને ગુડા સમાન કાદવના પાણીમાં ઉતરી ગાયની સેવા કરી
એવુ નથી કે ચુંટાયેલા પ્રતિનીધીઓ કાઇ કરતા નથી પરંતુ સામાન્ય માણસની જેમ જ્યારે સાચા દિલથી રસ્તા પર આવા ચુંટાયેલા પ્રતિનીધીઓ ઉતરે ત્યારે ચોક્કસ અજુગતુ લાગે કેમકે આવા રાહત-મદદના કાર્યમા હમેંશા ચુંટાયેલા પ્રતિનીધીઓ માર્ગદર્શન માટે તૈયાર હોય છે પરંતુ મદદનો હાથ કોઇ લંબાવતુ નથી તેવામા અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહે પોતાની પ્રતિભા અનુસાર ફરી એક વાર કોમનમેનની પોતાની છબી વધુ મજબુત કરી છે.