ગુજરાત બીએસએફ ફ્રન્ટીયરની બટાલિનનાં સેનાપતિઓ સીમાની સ્થિતી ઉપર મંથન કરશે
જયેશ શાહ, ગાંધીધામ : કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફનાં કાફલા ઉપર થયેલા હુમલામાં બાદ દેશભરમાં એલર્ટ જેવી સ્થિતી છે ત્યારે ગુજરાતમાં બોર્ડરની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા સીમા સુરક્ષા દળ (બોર્ડર સીકયોરીટી ફોર્સ-બીએસએફ)નાં કોર કમાન્ડરની એક મહત્વપૂર્ણ મીટીંગ શુક્રવારે ગાંધીનગર ખાતે મળી રહી છે. જેમા કચ્છ સહિતની ઉત્તર ગુજરાતની સીમા ઉપર તૈનાત બીએસએફની બટાલિયનનાં કમાડન્ટની એક બેઠક મળવાની છે. અગાઉથી આયોજિત આ બેઠકમાં સરકારનાં સંભવિત જવાબની ચર્ચા પણ થશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતુ.
કચ્છમાં એક મરીન સહીત ચાર બીએસએફની બટાલિયન સીમાની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે બેઠકમાં પુલવામાં હુમલા પછીની સ્થિતી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાત બીએસએફ ફ્રન્ટીયરનાં આઈજી જી.એસ.મલિકની અઘ્યક્ષતામા આયોજિત થઇ રહેલી આ બેઠકમાં તાજેતરમાં કચ્છના ક્રીક એરિયામાં થયેલી ઘુસણખોરી ઉપરાંત કચ્છ સીમા ઉપર આયોજિત ભારત અને પાકિસ્તાન વચ્ચે મળેલી ત્રણ ફ્લેગ મીટીંગનો પણ અભ્યાસ કરવામા આવશે તેમ સીમા સુરક્ષા દળનાં સૂત્રોએ દાવો કર્યો હતો.
તનાવપુર્ણ સ્થિતી વચ્ચે ગુજરાતની પાકિસ્તાન સાથેની પાટણની બોર્ડર પરથી એક પાકિસ્તાની ઝડપાયો
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પાટણ સુઇગામ બોર્ડર પરથી પાકીસ્તાની નાગરિક ઝડપાયો હતો.
બોર્ડર પીલ્લર નંબર 984 નજીક ફેંસીગ પાસેથી BSFએ નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન તેને પકડી પાડ્યો હતો. પાકીસ્તાની નાગરિક પાકીસ્તાનનાં સિંધ પ્રાંતના નગરપારકર જીલ્લાના થરપારકરનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલુ છે.
હાલ તેને સાંતલપુર પોલિસને સોંપવામાં આવેલો છે. જેની વિવિધ ગુપ્તચર એજન્સીઓએ
પુછપરછ હાથ ધરી છે.