ગાંધીધામ : બે દિવસ પહેલા જ દેશનાં મેજર પોર્ટમાં મોખરે રહેનારા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (કેપીટી) દ્વારા 100 MMT કાર્ગોનો મેજીક આંક પાર કરનાર પોર્ટને રેગ્યુલર ચેરમેન ન મળવાને કારણે હાલનાં ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટિયાને સતત ત્રીજી વખત છ મહિનાનું એક્સટેનસન આપવામા આવ્યુ છે ગયા વર્ષે નિયમિત ચેરમેન પરમારનો કાર્યકાળ પૂરો થયા પછી મુંબઇ પોર્ટનાં ચેરમેન એવા ભાટિયાને ચાર્જ આપવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર કેડરનાં સચિવ કક્ષાનાં આઈએએસ અધિકારી ભાટિયા પાસે મુંબઇ અને કંડલા પોર્ટ ઉપરાંત ઇન્ડિયન પોર્ટ એસોસીએશન (આઈપીએ)નો પણ ચાર્જ છે બે વખત શિપિંગ મંત્રાલય દ્વારા કેપીટી ચેરમેન અંગેની જાહેરાત આપવા છતા હજુ સુધી કોઈ અધિકારી કંડલા પોર્ટનાં ચેરમેન તરીકે આવવા માટે તૈયાર નથી. જેને કારણે દેશનાં નંબર વન પોર્ટનો વહીવટ ચાર્જ ઉપર ચાલી રહ્યો છે. માત્ર ચેરમેન જ નહીં પરંતું ડેપ્યુટી ચેરમેન, ટ્રાફિક મેનેજર જેવી મહત્વપૂર્ણ પોસ્ટ પણ હાલમાં ખાલી છે. અને આ જગ્યા પણ ચાર્જ ઉપર ચાલી રહી છે.