સમગ્ર રાજ્યમાં એક્ટિવ થયેલા સેફ એન્ડ સિક્યોર પ્રોજેકટને લાઈવ કરવામાં પુર્વ કચ્છ પોલીસ પ્રથમ રહ્યુ
ગાંધીધામ : છેલ્લા કેટલાક દિવસથી પુર્વ કચ્છનાં આર્થિક શહેર એવા ગાંધીધામમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી હતી તે પુર્ણ થઈ જતા હવે શહેરમાં લાગેલા કેમેરાઓને ગુરૂવારે લાઈવ એટલે કે ચાલુ કરવામાં આવ્યા હતાં સમગ્ર રાજ્યમાં એક સાથે શરૂ થયેલા સેફ એન્ડ સિક્યોર પ્રોજેકટ અંતર્ગત ગાંધીધામમાં ખૂબ ઝડપથી કામગીરી કરવામા પુર્વ કચ્છ પોલીસ પ્રથમ રહી હતી.
પુર્વ કચ્છનાં પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે, 277 કેમેરા પૈકી 191 કેમેરાનું લાઈવ પ્રસારણ સ્ટાર્ટ કરી દેવામાં આવ્યુ હતુ જે રાજ્યમાં અન્ય જીલ્લા તથા શહેર કરતા સૌથી ઝડપી હોવાનું એસપી રાઠોડે ઉમેર્યું હતુ શહેરમાં જુદી જુદી 43 જગ્યાઓ ઉપર કેમેરા સેટ કરવામા આવેલા છે જેને એસપી કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે શહેરનાં લગભગ તમામ ચાર રસ્તા, સેન્સીટીવ પોઇન્ટ તથા લોકો અવર-જવરવાળા પોઇન્ટ ઉપરાંત આર્થિક ગતિવિધિથી ધબકતા એરિયા ઉપર પણ પોલીસ તેની ડિજીટલ આંખ થકી નજર રાખવામાં આવશે. જેને કારણે ગુન્હાકીય પ્રવૃતિ ઉપર નજર રહેવાને કારણે પોલીસ તથા લોકોને ફાયદો થશે તેમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ઇન્સપેક્ટર જે.પી. જાડેજાએ જણાવ્યું હતુ.