મહેસુલ વિભાગ દ્વારા ઓનલાઇન એન.એ.ના સફળ અમલીકરણ બાદ નાગરિકો વધુ મહેસુલી સેવાઓ ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન મેળવી શકે તે માટે વધુ આઠ સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા આપવામાં આવેલ વિગતો અનુસાર મહેસુલ વિભાગ દ્વારા ગણોતધારા કલમ-૪૩ તેમજ નવી શરતની જમીન ખેતી/બિન ખેતીના હેતુસર શરતફેર કરવા અંગે પ્રિમિયમની પરવાનગી હવેથી ઓનલાઇન ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
આ ઉપરાંત જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫(ક) હેઠળ બિનખેતીના ઉપયોગની હેતુફેરની પરવાનગી, જમીન મહેસુલ અધિનિયમ કલમ-૬૫(ખ) હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખેતીની જમીનમાં બિનખેતીની પરવાનગી માટે ઓનલાઇન સેવા નાગરિકો પ્રાપ્ત કરી શકશે. જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને વધુમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે, જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૬ હેઠળ ખેતીની જમીનમાં પરવાનગી વિના કરેલ મળવાપાત્ર બાંધકામને નિયમોનુસાર દંડ વસૂલી બિનખેતીની પરવાનગી આપી આવું બાંધકામ વિનિયમિય કરવા, જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૭ હેઠળ બિન ખેતીની જમીનમાં વગર પરવાનગીએ હેતુફેર તથા કલમ-૬૫ની શરતોનું પાલન ન કરવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં નિયમોનુસાર દંડ વસૂલીને પરવાનગીને ઓનલાઇન કરાઇ છે.
ગણોતધારાની કલમ-૬૩ હેઠળ કંપની અથવા બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી અને ગણોતધારાની કલમ-૬૩(એએ) હેઠળ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે ખેતીની જમીન ખરીદવાની પરવાનગી સાથે ઇ-ધરામાં વારસાઇ નોંધ માટેની અરજીઓનો ઓનલાઇન સેવામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર બિનખેતીની પરવાનગી સહિતની વધુ આઠ મહેસુલી સેવાઓ માટેની અરજીઓ [email protected] પર કરવાની રહેશે. અગાઉની [email protected] પર આવેલ અરજીઓનો નિકાલ તે સાઇટ ઉપર નક્કી કરાયેલ સમયમર્યાદામાં કરવાનો રહેશે.
સમાચાર સ્ત્રોત- માહિતી કચેરી ભુજ