૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત સાથે ચૂંટણી યુદ્ધ છેડી દીધું છે જ્યારે કચ્છ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત અટકી છે,પણ કચ્છ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલાં પોતાના કાર્યકરોમાં જોશ ફૂંકવાનું શરૂ કરી દીધું છે. ગાંધીધામમાં વિસ્તૃત કારોબારીના આયોજન દરમ્યાન ઉપસ્થિત કોંગ્રેસના મોવડીઓએ કાર્યકરોને એકજુટ બનીને રાહુલ ગાંધીને વિજયી બનાવવાની હાકલ કરી હતી ચૂંટણી દરમ્યાન અન્ય આગેવાનોને પક્ષમાં જોડવાની રાજકીય હીલચાલ ચાલી રહી છે, જે અનુસાર અંજારના આગેવાન ભરત સોલંકી, ગાંધીધામના મજદૂર આગેવાન સંતોષ મિશ્રા સહિત તેમના ટેકેદારો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા હતા. તો, સલમાબેન ગંઢના પ્રયત્નો થી અનેક મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ હતી.
જાહેરાત કરાઈ હતી તે પ્રદેશ નેતાઓની ગેરહાજરી, પણ સ્થાનિક નેતાઓ એક મંચ ઉપર
મોરબી કચ્છ લોકસભાની બેઠક માટે કાર્યકરોને માર્ગદર્શન આપવા આમ તો, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ખુરશીદ સૈયદ, હીરાભાઈ જોંટવા, ધારાસભ્ય પ્રવિણ મારૂ ઉપસ્થિત રહેશે એવી જાહેરાત કરાઈ હતી. પણ, તેઓ ગેરહાજર રહ્યા હતા માત્ર ધારાસભ્ય પ્રવિણ મારૂ અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા જ હાજર રહ્યા હતા. જોકે, તે સિવાય પ્રદેશ કક્ષાના અન્ય આગેવાનો જમનાબેન વેગડા, વેદપ્રકાશજી ઉપસ્થિત રહ્યા હતા. સૌ નેતાઓએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરી કોંગ્રેસની વિચારધારા અપનાવવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, મોરબીના આગેવાનો જ્યંત કાલરીયા, બળવંત વોરા, પ્રદેશ મંત્રીઓ રવિન્દ્ર ત્રવાડી, અરજણ ભુડિયા, રફીક મારા, ભરત ઠકકર, કલ્પનાબેન જોશી, નવલસિંહ જાડેજા, નરેશ મહેશ્વરી,જુમા રાયમા, ભચુભાઈ આરેઠીયા, વી. કે. હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, રમેશ ગરવા,તુલસી સુઝાન, રાજેન્દ્રસિંહ જાડેજા,મીડીયા કોઓર્ડીનેટર ચેતન જોશી, ગની કુંભાર, અંજલી ગોર જિલ્લા કાર્યાલય મંત્રી ધીરજ ગરવા સહિત વિશાળ સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.