લોકસભાની ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ રોકડ રકમની નાણાકીય હેરાફેરી સંદર્ભે આકરા નિયમો બનાવાયા છે. જે અંતર્ગત પોલીસ દ્વારા જાહેર સ્થળોએ ચેકીંગ હાથ ધરાયું છે ૫૦ હજાર થી વધુ રોકડ રકમની હેરફેર કરનારાઓને પૂરતા આધાર પુરાવાઓ સાથે રાખવાની અને સોના ચાંદીના વ્યાપારીઓને પણ હેરફેર સમયે બિલ સાથે રાખવાની તાકીદ વહીવટીતંત્ર દ્વારા કરાઈ છે. રોકડ રકમની હેરફેર ના જો કોઈ શંકાસ્પદ કિસ્સા ઝડપાશે તો વહીવટી તંત્ર દ્વારા ઇન્કમટેક્સ ઓફિસને પણ જાણ કરાશે. તો, બેંકમાં રોકડ રકમની લેવડદેવડ માટે પણ ચૂંટણી પંચ દ્વારા બેંકના ખાતેદારો માટે અમુક સ્પષ્ટતા કરવી પડશે.
બેંકમાં રોકડની લેવડદેવડ માટે રાખવું પડશે આ ધ્યાન
ચૂંટણી પંચના આદેશને પગલે કચ્છ જિલ્લામાં પણ બેંક અધિકારીઓ સાથે મીટીંગ કરીને નિયમો વિશે જાણકારી અપાઈ છે. બેંક માં ૫ લાખ રૂપિયા કે તેના થી વધુ રકમની રોકડ રકમ ભરનારા બેંકના ખાતેદારોની માહિતી બેંક રાખશે. તેમ જ આ અંગે જે તે બેંક દ્વારા પોતાની HO ને પણ જાણ કરાશે. ખાતેદારો આ રોકડ રકમ માં થી જો પોતાના વ્યવસાય અર્થે ચેક અથવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા જો પેમેન્ટ કરવાના હોય તો તેઓ કોને પેમેન્ટ કરવાના છે તેની ડિટેઇલ્સ જે તે બેંક ખાતેદારોએ બેંક ને આપવી પડશે જોકે, આ સંદર્ભે બેંક ખાતેદારોને કોઈ હેરાનગતિ ન થાય તે તકેદારી રાખવા બેંક અધિકારીઓને જણાવાયું હોવાનું કચ્છના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ કરી છે.
આ નિયમો કોને નહીં પડે લાગુ?
જે બેંક ખાતેદારો ૫ લાખ રૂપિયા કે તેથી વધુની લેવડદેવડ ચેક દ્વારા અથવા તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા કરતા હશે તેમને માટે આ નિયમો લાગુ નહીં પડે ચૂંટણી પંચનો મૂળ હેતુ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી દરમ્યાન કાળા નાણાંના થતા ઉપયોગ ટાળવા તેમજ મતદારો નાણાની લોભ લાલચ થી દુર રહીને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે છે.