Home Current ભારતીય કન્ટેનર નિગમ દ્વારા મોરબી, સૌરાષ્ટ્ર,કચ્છ,ઉત્તર-દક્ષિણ ભારત કોસ્ટલ સેવા- ૪હજાર માલગાડીથી ૩૦હજાર...

ભારતીય કન્ટેનર નિગમ દ્વારા મોરબી, સૌરાષ્ટ્ર,કચ્છ,ઉત્તર-દક્ષિણ ભારત કોસ્ટલ સેવા- ૪હજાર માલગાડીથી ૩૦હજાર કન્ટેનરોની હેરફેર

897
SHARE
ભારતીય કન્ટેનર નિગમ લીમીટેડ (કૉનકોર) દ્વારા ઉત્તર ભારતને દક્ષિણ ભારતથી જોડતી દીનદયાળ (કંડલા) પોર્ટ થી દરિયાઈ (કૉસ્ટલ) સેવાઓ  ગત નાણાકીય વર્ષે જાન્યુઆરીથી શરુ કરેલ જે કોચીન, મેંગલોર અને તુતીકોરીન પોર્ટ સાથે જોડી દક્ષિણ ભારતના દરેક ખૂણા ને જોડે છે કૉનકોર દ્વારા આ સેવા માટે બે કન્ટેનર જહાજ કાર્યરત કરેલ છે જેમાં ઘઉં, ચોખા, સિરામિક ટાઈલ્સ, મીઠું, વિગેરે, કન્ટેનરોમાં રેલ કે રોડ દ્વારા લાવી કંડલા પોર્ટથી લોડ કરવામાં આવે છે કૉસ્ટલ સેવાથી નિગમ પૂર્ણ રૂપથી મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સેવા આપનારી એક સંસ્થા બની ગઈ છે જેનાથી માલનું ડોર-ટુ-ડોર કન્ટેનરોનું સલામત ટ્રાન્સપોર્ટ થઇ શકે છે કૉનકોર દ્વારા ગત વર્ષે જુલાઈમાં સુખપુર રેલ કન્ટેનર ટર્મિનલથી સૌરાષ્ટ્ર એરિયાથી માલની કન્ટેનર ટ્રેન સેવા શરુ કરી હતી જેમાં પણ ખુબ જ વૃદ્ધિ થયેલ છે અને દક્ષિણ અને પૂર્વ ભારતને જોડવાનું કામ સફળતા પૂર્વક કરે છે ૨૦૧૮-૧૯માં ગુજરાતથી ૨૯૮૫૬ કન્ટેનરો ની બુકિંગ અને રેલ/રોડ દ્વારા દક્ષિણ અને પૂર્વ ભારત માં ટ્રાન્સપોર્ટ કરી એક રેકોર્ડ સ્થાપ્યો છે
આ સિવાય, કૉનકોર દ્વારા ઉત્તર/પશ્ચિમ ભારત થી દક્ષિણ ભારતને જોડ્યા પછી, દક્ષિણ-પૂર્વ ભારતને જોડતી કૉસ્ટલ સેવા (તૂટીકોરીન-કટુપલ્લી-પારાદીપ-હલ્દીયા પોર્ટ) ટૂંકમાં જ શરુ કરવામાં આવનાર છે આવી રીતે કૉનકોર દ્વારા રેલ સિવાય દરિયાઈ માર્ગે વિવિધ સેવાઓ શરુ કરાતાં ગુજરાત અને દેશ ભરના ઉદ્યોગોને આર્થિક ફાયદા સાથે નિયમિત સસ્તી ટ્રાન્સપોર્ટ સેવાનો લાભ મળતી રહેશે તદુપરાંત, કૉનકોર દ્વારા ૧૦૦૦૦થી પણ વધારે નવા કન્ટેનરો પણ ખરીદવામાં આવેલ છે જેથી માલ ભરવા માટે કન્ટેનરોની અછત ના પડે અને કોઈ પણ રુકાવટ વગર દેશના ખૂણે ખૂણે માલ પહોંચાડી શકાશે એક્ષ્પોર્ટસ-ઈમ્પોર્ટ માટે મુન્દ્રા પોર્ટ અને પીપાવાવ પોર્ટથી રેલ સેવામાં પણ કૉનકોર દ્વારા અત્યાર સુધી બધાં જ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગત વર્ષે કૉનકોર દ્વારા 3948 ટ્રેન ચલાવી છે જેમાં કુલ 1966 ટ્રેન ડબલ ડેક્કર છે મુન્દ્રાથી ૯૯૫ ટ્રેન અને પીપાવાવ થી ૯૭૧ ડબલ ડેક્કર ટ્રેન ચલાવવામાં આવી હતી જે ૨૦૧૭-૧૮ની સરખામણી માં ૩૩% અને ૫૯% વધારે છે ગત ઓગસ્ટમાં મુન્દ્રા પોર્ટથી ૧૨૩ ડબલ ડેક્કર ટ્રેન ચલાવી એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે વિરમગામ પાસે આવેલ જખવાડા રેલ ટર્મિનલથી પણ ૧૯૨ ડબલ ડેક્કર ટ્રેન ચલાવી હતી જેથી પોર્ટ પરથી કન્ટેનરોને આયાતકારો સુધી જલ્દી પહોંચાડવાનું શક્ય બન્યું છે કૉનકોર રેલ મંત્રાલય હેઠળનું એક નવરત્ન સાહસ છે જે ઉદ્યોગોના કાર્ગોને કન્ટેનર દવારા રેલ/રોડ/કૉસ્ટલ મોડથી ૧૯૮૮થી ટ્રાન્સપોર્ટ અને હેન્ડલિંગ ની સેવાઓ આપે છે.