Home Current રાહુલ ગાંધીની સ્વામિનારાયણ મંદિરમાં દર્શન બાદ જાહેરસભા – રાહુલનું ‘સોફ્ટહિન્દુત્વ’ મોરબી કચ્છના...

રાહુલ ગાંધીની સ્વામિનારાયણ મંદિરમાં દર્શન બાદ જાહેરસભા – રાહુલનું ‘સોફ્ટહિન્દુત્વ’ મોરબી કચ્છના ૨૪ % મુસ્લિમ મતદારોમાં બની શકે છે ચર્ચાનો વિષય

1380
SHARE
મોરબી-કચ્છ લોકસભાનો ચૂંટણી જંગ રાહુલ ગાંધીના આજના કચ્છ પ્રવાસને પગલે હવે હાઇપ્રોફાઇલ બની ગયો છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રીજી વખત કચ્છના પ્રવાસે આવી રહ્યા છે આથી અગાઉ રાહુલ ગાંધી યુવા કોંગ્રેસના કાર્યક્રમ વખતે ભુજોડી અને ભુજ આવી ચુક્યા છે, તો હમણાંની ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ તેજ દિવસે અંજારમાં તેમણે જાહેરસભાને સંબોધન કર્યું હતું જોકે, અંજારની બેઠક ઉપર કોંગ્રેસના અનુભવી ઉમેદવાર વી. કે. હુંબલ લડી રહ્યા હતા પણ રાહુલ ગાંધીની અંજારની મુલાકાત તેમને જીત અપાવી શકી નહોતી અને કોંગ્રેસની હાર થઈ હતી હવે, આ ત્રીજી મુલાકાત સમયે રાહુલ ગાંધી સમગ્ર દેશમાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો બની ચુક્યા છે તેમજ ભાવિ વડાપ્રધાન તરીકે પણ ચર્ચામાં છે ત્યારે આ વખતે તેમના કચ્છ પ્રવાસમાં પ્રથમજ વાર એક નવું પરિમાણ ઉમેરાયું છે રાહુલ ગાંધી આજે મોડી સાંજે ૫ વાગ્યે ભુજ હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા બાદ ભુજના પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરના દર્શને જશે કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધ્યક્ષ કચ્છમાં પ્રથમજ વાર હીન્દુ મંદિરના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે જોકે, મોરબી કચ્છ લોકસભા બેઠક ઉપર ૧૭ લાખ મતદારો પૈકી ૨૪ ટકા ૩ લાખ ૭૫ હજાર જેટલા મતદારો મુસ્લિમ છે ત્યારે રાહુલ ગાંધીનું આ સોફ્ટ હિન્દુત્વ મોરબી કચ્છ લોકસભાની ચૂંટણી ઉપર કોંગ્રેસને હિન્દુ મતદારોમાં ફાયદો કરાવશે કે નુકસાન એ કહેવું અત્યારે મુશ્કેલ છે પણ, એ વાત એટલી જ ખરી છે કે, રાહુલ ગાંધીનું સોફ્ટ હિન્દુત્વ અત્યાર થીજ આ ચૂંટણીમાં મોરબી-કચ્છના મુસ્લિમ મતદારોમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે ભલે આપણા દેશની લોકશાહીમાં ધર્મ નિરપેક્ષતા એ મુખ્ય બંધારણીય પાયો હોય પણ, જાણ્યે અજાણ્યે ધર્મ અને જાતિવાદ ભારતીય ચૂંટણીઓમાં મુખ્ય મુદ્દો બની ગયા છે એ કડવું સત્ય છે.