Home Current ભુજમાં રાહુલ ગાંધી,અહેમદ પટેલના વિવાદિત બ્યાન – મોદી કલાકાર,શાહ જમીનના ધંધાર્થી, અનિલ...

ભુજમાં રાહુલ ગાંધી,અહેમદ પટેલના વિવાદિત બ્યાન – મોદી કલાકાર,શાહ જમીનના ધંધાર્થી, અનિલ અંબાણી ચોર અને નોટબંધી કૌભાંડ

912
SHARE
લોકસભાની આ ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓની પોલિટિકલ લડાઈ કરતાંયે વધુ નેતાઓના વિવાદિત બ્યાનોના કારણે ચર્ચામાં છે ભુજમાં ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભા દરમ્યાન પણ વિવાદિત બ્યાનો ચર્ચામાં રહ્યા જોકે, ચૂંટણી પંચે મોટા નેતાઓ ઉપર વિવાદિત બ્યાનો કરવા બદલ ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ મૂક્યો પછી નેતાઓના વિવાદિત બ્યાનોનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

અહેમદ પટેલે મોદી અને શાહ ઉપર સીધું જ નિશાન તાક્યું

ભુજની જાહેરસભામાં અહેમદ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘કલાકાર’ ગણાવ્યા એટલુંજ નહીં ગુજરાતના આપણાં આ કલાકાર કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉપહાસ પણ કર્યો તો, વારે ઘડી મોદીને કચ્છનું રણ કેમ યાદ આવે છે, એ તમે બધા સમજો છો, એવું કહીને ચોક્કસ રીતે હસતા હસતા વ્યંગ કર્યો હતો તો, અહેમદ પટેલે ઉદ્યોગોને અપાતી જમીનોના મુદ્દે કૌભાંડ થઈ રહ્યા હોવાનું જણાવી અમિત શાહ જમીનના મોટા ધંધાર્થી છે નોટબંધી કૌભાંડ અંગે વાયરલ સ્ટિંગ ઓપરેશનના ન્યૂઝનો ઉલ્લેખ કરતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે, એક પક્ષના કાર્યાલયમાં બહાર નીકળતા યુવાનના નામનો તેમાં ઉલ્લેખ છે તેની અટક વિશે પણ અહેમદ પટેલે જે ઈશારો કર્યો હતો કે તે એક મોટા ગજાના નેતાને મળતી આવે છે નોટબંધી કૌભાંડ સાથે સંકળાયેલા આ વ્યક્તિનો જો કોઈ પત્તો આપશે તો કોંગ્રેસ એમને મોટી રકમનું ઇનામ આપશે પોતાને કામદાર ગણાવતા નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો અને લાઈફ સટાઇલ દેશના દરેક કામદારની હોવી જોઈએ એવું અહેમદ પટેલે કહીને આમદાર અને કામદારની મોદીની ટિપ્પણી સામે વળતી ટિપ્પણી કરી હતી.

રાહુલ ગાંધીએ પણ કર્યું વિવાદિત બ્યાન

ભુજમાં ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ રાહુલ ગાંધીને નકલી બ્રાહ્મણ કહ્યા હતા તે સમયે ભુજમાં જ ઉપસ્થિત રાહુલ ગાંધીને આ અંગે મીડિયાએ પૂછતાં તેમણે આ વિવાદિત નિવેદનને પરેશ રાવલનું અંગત નિવેદન ગણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું જોકે, મીડીયા સાથેની વાત દરમ્યાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ફેલ’ ગણાવ્યા હતા તો, મંચ ઉપરથી જાહેર ભાષણ આપતા રાહુલ ગાંધીએ રાફેલ મામલે મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ‘ચોર’ કહી દીધા હતા જો કોંગ્રેસની સરકાર બને તો ગરીબોને દર વર્ષે આપવાના ૭૨ હજાર રૂપિયા કોંગ્રેસ અનિલ અંબાણી જેવા ચોર ઉદ્યોગપતિઓ પાસેથી લઈને ગરીબોને અપાશે એવું જણાવ્યુ હતું જોકે, રાહુલ ગાંધીએ નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસીના નામો લઈને નરેન્દ્ર મોદી સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી કચ્છમાં અદાણી ગ્રુપને અપાયેલ જમીનો વિશે અને જીકે જનરલ હોસ્પિટલનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિઓને જમીન તેમજ લાખો કરોડો રૂપિયાની લોનો અપાય છે,પણ ખેડૂત સાથે દરેક મુદ્દે અન્યાય કરાય છે.

ભુજ એરપોર્ટ ઉપર રાહુલ ગાંધીએ મીડીયા સાથે કરેલી વાત