આજે સવારે ભુજ ભચાઉ હાઇવે ઉપર ધાણેટી ગામ પાસે આઈશર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જ્યારે ૭ ઘાયલ થયા હતા તમામ ઘાયલોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે મળસ્કે ૪/૪૫વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતનો ભોગ બનનાર રાજગોર, ક્ષત્રિય અને પટેલ પરિવાર
મહેસાણાના વોટરપાર્કથી પરત પોતાને ઘેર ફરી રહેલા ભુજના રાજગોર અને મિરઝાપરના પટેલ તેમજ ક્ષત્રિય પરિવારના સભ્યોની ઇકો કારણે આજે મળસ્કે ૪/૪૫ વાગ્યે BKT કંપની ધાણેટી પાસે સામેથી પુરપાટ આવતા આઈશર ટેમ્પોએ હડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળેથી ઘાયલો અને ઇજાગ્રસ્તોને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ત્રણ 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં ભુજના એક પુરુષ સહિત મિરઝાપરની બે સગીર કન્યાઓના મોત નિપજ્યા હતા ભુજના વાલદાસનગરમાં રહેતા (૧) રાજેશ પ્રભાશંકર ગોર (ઉ.૪૨) મિરઝાપર (ભુજ)ના (૨) પૂજાબેન ધનજી ભુડિયા અને મિરઝાપર (ભુજ)ના આંબેડકરનગરમાં રહેતા હિરલબા રાજુભા વાઘેલાના કરુણ મોત નિપજ્યા હતા જ્યારે ઘાયલ થનારાઓમાં (૧) શ્વેતાબેન અરુણ ગોર (ઉ.૨૨), કૈલાશનગર ભુજ, (૨) કસ્તુરબેન ધનજી ભુડિયા (ઉ.૪૫), મિરઝાપર, ભુજ, (૩) સની રાજેશ જોશી, (ઉ.૨૧), (૪) રિદ્ધિ રાજેશ જોશી (ઉ.૨૩), (૫) હેતવી રાજેશ ગોર (ઉ.૧૫), કૈલાશનગર, ભુજ (૬) ધરમબા રાજુભા વાઘેલા (ઉ.૨૨), મિરઝાપર,ભુજ (૭) સ્નેહા મનીષ મોતા, સીતારામ પરિવાર, જૂની રાવલવાડી ભુજ, આ તમામ સારવાર હેઠળ છે અકસ્માત અંગે ભુજના અરુણ રતિલાલ ગોરે પોલીસ ફરિયાદ લખાવી છે અકસ્માતની તપાસ પદ્ધર પોલીસે શરૂ કરી છે.