Home Current CMના કચ્છ પ્રવાસ દરમ્યાન કચ્છી MLA નો પત્ર ચર્ચામાં – CM સાહેબ,અમારી...

CMના કચ્છ પ્રવાસ દરમ્યાન કચ્છી MLA નો પત્ર ચર્ચામાં – CM સાહેબ,અમારી વ્યથા જાણવા રૂબરૂ મળજો હો..

2633
SHARE
મુખ્યમંત્રી વિજય રૂપાણીના તારીખ ૧૦મે શુક્રવારના કચ્છ પ્રવાસ દરમ્યાન કચ્છી ધારાસભ્યએ લખેલો પત્ર અત્યારે ચર્ચામાં છે આ પત્ર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ લખ્યો છે, જેમાં મુખ્યમંત્રી અને કલેકટર બન્નેને કચ્છના અછત તેમજ અત્યારે ખૂબ જ સળગતા એવા લિગ્નાઇટ ખાણ બંધ થવાના મુદ્દે જણાવીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને રૂબરૂ રજુઆત માટે સમય ફાળવવા માગ કરી છે લખપત કે જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના છે ત્યાં લિગ્નાઈટની ખાણ બંધ કરવાના નિર્ણય પછી માત્ર ૧૫ જેટલા વ્યાપારીઓને ક્વોટા ફાળવવા જીએમડીસીના કરેલી ફેર વિચારણા પછી પણ કચ્છનો ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય મૃતપાય થઈ જશે જ્યાં રોજની ૭૦૦ થી ૮૦૦ ટ્રકો લિગ્નાઇટની ભરાતી ત્યાં હવે નહિવત ધંધો છે પરિણામે, આજે ૭૦૦૦ ટ્રક માલિકો અને તેને સંલગ્ન ૫૦ હજાર જેટલા નાના મોટા ધંધાર્થીઓ બેકાર થઈ ગયા છે અછતને પગલે કચ્છના ગ્રામીણ લોકો મુશ્કેલીમાં તો છે જ, પણ હવે ટ્રક ઉદ્યોગ પણ ભાંગી પડતા ‘પડ્યા ઉપર પાટુ’ જેવો તાલ સર્જાયો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટના વ્યવસાયીઓને રૂબરૂ મળી તેમની વ્યથા જાણે એવી વિનંતી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કરી છે.

ટ્રાન્સપોર્ટ અગ્રણીના રાજયમંત્રી વાસણભાઇ આહીરને સવાલો..

કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ મંત્રી એચ.એસ. આહીરે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના વ્યવસાયકારોને મળે તે માટે સમય માંગ્યો છે તો, જીએમડીસીની વર્તમાન લિગ્નાઈટની નીતિથી કચ્છના ૭૦૦૦ ટ્રક માલિકો અને ૫૦,૦૦૦ લોકો બેકાર થશે અને આ બધું અદાણીના કોલસાના વ્યવસાયને ફાયદો કરાવવા થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે એચ.એસ આહીરે રાજયમંત્રી વાસણભાઈ આહીર દ્વારા પણ કચ્છના ટ્રક માલિકોને માત્ર લોલીપોપ અપાઈ હોવાનો આક્ષેપ કરીને લિગ્નાઈટની ખાણ ફરી શરૂ કરાવવામાં તેઓ નિષફળ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે કચ્છના ટ્રક માલિકોના હિત માટે અવાજ ઉઠાવવા જણાવ્યું છે.

CM ભુજમાં બેઠક નહીં કરે, જાણો CM ના કચ્છ પોગ્રામની ડિટેઇલ્સ..

મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજમાં સરકારી પ્લેન દ્વારા આવી પહોંચ્યા બાદ ભુજથી હેલિકોપ્ટર દ્વારા કોટેશ્વર પહોંચશે ૧૧ વાગ્યે કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ, ૧૧/૩૦ વાગ્યે નારાયણસરોવર પાંજરાપોળની મુલાકાત લઈને તેઓ ૧૨ વાગ્યે લખપત અબડાસા તાલુકાના અધિકારીઓ સાથે કોટેશ્વર બીએસએફના કોન્ફરન્સ હોલમાં બેઠક કરશે ત્યાંથી એક વાગ્યે ધોરડો પહોંચી ત્યાં ગેટ વે રણ રિસોર્ટમાં ભોજન કરશે બપોરે બે થી ત્રણ વાગ્યા દરમ્યાન ગોરેવાલીમાં વોટર સમ્પની, મીઠડી તેમજ પાનવારી ગામે કેટલકેમ્પની મુલાકાત લેશે ત્યારબાદ ૩/૩૦ વાગ્યે ગેટ વે રણ રિસોર્ટમાં બન્ની સહિત સમગ્ર કચ્છની અછતની પરિસ્થિતિ વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપશે ધોરડોથી ભુજ એરપોર્ટ આવી સાંજે ૫ વાગ્યે વિમાન દ્વારા વાગ્યે અમદાવાદ ગાંધીનગર તરફ રવાના થશે.