Home Current ગુજરાતમાં અનુસુચિત જાતી પર અત્યાચારની ઘટનાને વિનોદ ચાવડાએ વખોડી : સમરસતા જાળવવા...

ગુજરાતમાં અનુસુચિત જાતી પર અત્યાચારની ઘટનાને વિનોદ ચાવડાએ વખોડી : સમરસતા જાળવવા અપિલ

2400
SHARE
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોક્કસ સમાજના લોકો દ્વારા અનુસુચિત જાતીના યુવાનોના વરધોડા સમયે ઉભા થયેલા વિરોધ અને ત્યાર બાદની સ્થિતીને લઇને ગુજરાતમા વર્ગવિગ્રહ જેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે જો કે સરકારે ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે ન માત્ર વિરોધને ખાળી લગ્ન સંપન્ન કરાવ્યા છે સાથે દોષીઓ સામે કડક પગલા ભરવાની ખાતરી આપીને કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરી છે જો કે ગુજરાતમાં સર્જાયેલી આવી સ્થિતીમાં કચ્છના સાંસદ અને અનુસુચિત જાતીના આગેવાન એવા વિનોદ ચાવડાએ આ ઘટનાને વખોડી છે ભાજપમાંથી આમતો જુજ એવા નેતાઓ છે જેમણે આવી સ્થિતીમાં કોઇ નિવેદન આપ્યુ હોય અનુસૂચિત જાતીના એક ચુંટાયેલા પ્રતિનીધી તરીકે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સરકારને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે દરેક સમાજના લોકોને જાહેર અપિલ કરી ગુજરાતની અસ્મિતા અને સમરસતા જાળવી રાખવા વિનંતી કરી છે આ ઘટનાને નિંદનીય ગણાવી વિનોદ ચાવડાએ સરકાર સમક્ષ કડક પગલા ભરવા માંગ કરી છે.

સાંસદે પ્રેસનોટ જાહેર કરી આપેલી પ્રતિક્રિયા શબ્દશ

ગુજરાતમા છેલ્લા પાંચ સાત દિવસમાં અનુસુચિત જાતીના લોકોના માંગલીક પ્રસગો તહેવારોમાં વિધ્નસંતોષીઓ દ્વારા બાધાઓ ઉત્પન કરી તેમને અપમાનીત કરી સામાજીક બહિષ્કાર કરી તેમની જીવનજીરૂરી ચિજવસ્તુઓ અને પ્રાથમીક સુવિદ્યાઓ અવરોધમાં આવે છે, તે દુઃખદ ઘટના છે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતુ કે ભાઇચારો અને સમરસતા દાખવતા ગુજરાત રાજ્યના લોકો ભારતભરમાં ઉદાહરણરૂપ છે ત્યારે ગુજરાત રાજ્યના ગૌરવને કલંકીત કરતા અસામાજીક તત્વો,રાજકીય નિવેદનબાજી અને ભડકાઉ ભાષણો કરતા નેતાઓને સબકરૂપ સજા મળે તેવી સરકાર ને અપિલ કરી હતી કડીના લ્હોરમાં તથા અરવલ્લીના મોડાસા વિભાગમાં થાંભીસર ગામે લગ્ન પ્રસંગે આયોજીત વરઘોડામાં, સાબરકાંઠાના પ્રાતિંજ વિભાગમાં સતવાડામાં મંદિર દર્શન,બોરીયામાં પ્રસંગોમાં અવરોધ,પથ્થરમારા જેવી ધ્રૃણીત ઘટના બની અને જેને વિધ્નસંતોષીઓ દ્વારા રાજકીય સ્વરૂપ આપી સમાજ સાથે વર્ગવિગ્રહ ઉભો કરવામા આવે છે તે વખોડવાપાત્ર છે વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારના સામાજીક અને ન્યાય અધિકારીકતા વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી સરકાર તરફથી સમરસતા દાખવવા અપિલ અને પિડિત લોકોને તાત્કાલીક સહાય આપવામાં આવે આવા અસામાજીક તત્વોને ઝેર કરી કડક સજા આપવાનો અનુરોધ કરતા સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યુ હતુ કે પોતે ટેલીફોનીક તેમજ લેખીત પત્ર લખીને સરકારને કડક પગલા ભરવા અપિલ કરી છે સાથે-સાથે આવી અઘટીત ઘટના ફરી ન બને તે માટે દરેક સમાજ સમરસતા દાખવી જાગૃત થાય અને ભાઇચારો જાળવી રાખે અનુસુચીત જાતી પિડીત સમાજની સાથે ફરી અપમાનજનક ભાષા પ્રયોગ અને હુમલાઓની ઘટના ન બને તે માટે વિંનતી કરી હતી સરકાર સમક્ષ અનુસુચિત જાતીને વિશ્વાસ અને અભયતા પ્રદાન થાય તેવા પગલા માટે અનુરોધ કર્યો હતો.
આમતો ઘટના બાદ ઘણા અનુસૂચિત આગેવાનોએ પ્રતિક્રીયા આપી છે સરકારે પણ કડક કાર્યવાહી કરી છે પરંતુ રાજકીય ક્ષેત્રમાં સમાજનુ પ્રતિનીધીત્વ કરતા કચ્છના સાંસદે હિંમત સાથે ઘટનાને વખોડી સરકારને કરેલી અપિલ અને સમાજમાં સમરસતા દાખવવાનો આપેલો સંદેશો ચોક્કસ સુચક છે જો કે ગુજરાતમાં હજુ આ ઘટનાની પ્રતિક્રીયા સમી નથી અને વિરોધ ચાલુ છે ત્યારે ગુજરાતમાં સામાજીક સમરસતા જળવાઇ રહે તે ચોક્કસ જરૂરી છે.