ભચાઉ પી.જી.વી.સી.એલ કચેરીના કાર્યપાલક ઈજનેર કચેરીમાંજ તેની દારૂની તલપ પુરી કરતા હતા આમતો આ લાંબા સમયથી ચાલતુ હશે પરંતુ એક વીડીયો વાયરલ થયા બાદ સમગ્ર ભાંડો ફુટ્યો જો કે ઈજનેર આ કરતુતો હજુ પણ વડી કચેરી સુધી પહોચ્યા નથી. હકીકત કઇક એવી સામે આવી કે અંજાર સબડીવીઝન કચેરી હસ્તક આવતી ભચાઉ પી.જી.વી.સી.એલ કચેરીના કાર્યપાલક ઈજનેરનો એક વીડીયો સામે આવ્યો જેમાં તે કચેરી સમયેજ એક ચેમ્બરમાં દારૂ પીતા ઝડપાઇ ગયા કચેરીમાં એક ખાનગી લુખ્ખા જેવો લાગતો શખ્સ પ્રવેશ કરે છે. અને એક થેલી અધિકારીના હાથમાં થમાવે છે. બસ થોડીવારમાંજ ટેબલ નીચેથી પહેલા એક ગ્લાસ બહાર આવે છે. અને ત્યાર બાદ અધિકારી બોટલ સાથે પણ વીડીયોમાં દેખાય છે. ત્યાર બાદ એક કર્મચારી પણ કચેરીમાં પ્રવેશ કરે છે. પરંતુ પીવાના શોખીન અધિકારી થોભતા નથી. અને તેનો કાર્યક્રમ ચાલુ રાખે છે. જો કે સુત્રોના કહેવા મુજબ એક સ્પતાહ પહેલાનો આ વીડીયો છે. અને તેની જાણ સમગ્ર પી.જી.વી.સી.એલ કર્મચારી અધિકારીઓને છે. પરંતુ ક્યાકને ક્યાક પહોંચેલા પામેલા અધિકારીને બચાવવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. જો કે હવે સોસીયલ મીડીયામા વીડીયો વાયરલ થઇ જતા શોખીન કર્મચારી અને બચાવ મુદ્રામા આવી ગયેલા અધિકારીઓ મુંજવણમાં મુકાયા છે
સમગ્ર ઘટના ઓફીસનાજ સી.સી.ટી.વીમાં કેદ છંતા ઉચ્ચ અધિકારી ઘટનાથી અજાણ
ભચાઉ કાર્યપાલક ઈજનેર જે.વાય.રાવ કે જેનો 3 મીનીટ 14 સેકન્ડનો વીડીયો વાયરલ થયો છે. તેમાં સ્પષ્ટ તેઓ દારૂ પીતા નઝરે પડી રહ્યા છે. અને બે શખ્સોની હાજરી પણ ત્યા સ્પષ્ટ દેખાય છે. પરંતુ કચેરીનાજ સી.સી.ટી.વીમાંથી આ વીડીયો વાયરલ થયો હોવા છંતા હજુ ઉચ્ચ અધિકારીઓ ઘટનાથી અજાણ છે. આ અંગે અંજાર ડીવીઝનના મુખ્ય ઈજનેરનો સંપર્ક કરાતા તેઓએ ઘટના અંગે જાણ થઇ હોવાની વાત સ્વીકારી હતી. પરંતુ કોઇ નક્કર પુરાવા કે વિગતો તેમના સુધી પહોંચી નથી તેમ જણાવ્યુ હતુ. જો કે ઘટનાનુ સાચુ ચિત્ર સામે આવશે તો કાર્યવાહીની વાત પણ કરી રહ્યા છે.
દારૂના શોખીન ઈજનેરનો બચાવ મારા વિરૂધ્ધ ષડયંત્ર
આમતો લાંબા સમયથી ભચાઉ અને રાપરની કચેરીમાં આ ઈજનેર દ્રારા આવી પ્રવૃતિ કરાતી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. પરંતુ હવે જ્યારે પુરાવા સાથે તેમના હસ્તકની કચેરીમાંથીજ અધિકારીનો વીડીયો વાયરલ થઇ જતા ઈજનેર બચાવની મુદ્રામાં આવી ગયા છે. અને તેમના વિરૂધ્ધ ષડયંત્ર રચાયુ હોવાનો બચાવ કરી ઓફીસમાં ખાલી દારૂની બોટલનો તેઓ નાશ કરતા હતા તેવો બચાવ કરી રહ્યા છે. જો કે વીડીયો સમગ્ર ઘટનાનુ દુધનુ દુધ અને પાણીનુ પાણી કરે છે તે કદાચ તેઓ ભુલી ગયાછે