Home Current કચ્છમાં વિનોદ ચાવડા કે નરેશ મહેશ્વરી?- જાણો લેટેસ્ટ આંકડાઓ ન્યૂઝ4કચ્છ દ્વારા

કચ્છમાં વિનોદ ચાવડા કે નરેશ મહેશ્વરી?- જાણો લેટેસ્ટ આંકડાઓ ન્યૂઝ4કચ્છ દ્વારા

1991
SHARE
ભુજની એન્જીનયરિંગ કોલેજ તરફ આજે ફરી એકવાર લોકોની નજર છે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીના પરિણામો બસ ધીરે ધીરે જાહેર થવામાંજ છે. ત્યારે સમગ્ર દેશની સાથે મોરબી અને કચ્છમાં એક જ ચર્ચા અને ઉત્તેજના છે, શું નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે? શું ભાજપ એકલે હાથે બહુમતી મેળવશે? શું રાહુલ ગાંધી બાજી મારશે? શું ત્રીજો મોરચો કંઈ ઉથલપાથલ કરશે? જોકે, ઓપિનિયન પોલને પગલે ફરી એકવાર ચર્ચામાં તો મોદી અને ભાજપજ છે.

કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે ન્યૂઝ4કચ્છ સતત સર્ચ કરતા રહેજો

કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે ન્યૂઝ4કચ્છ સતત સર્ચ કરતા રહેજો
કચ્છના ચૂંટણી પરિણામ ઉપર ન્યૂઝ4કચ્છની સતત નજર છે. એટલે આપ ન્યૂઝ4કચ્છ સતત સર્ચ કરતા રહેજો, અમારી વેબન્યૂઝ ચેનલ દ્વારા આપ કચ્છના ચૂંટણી પરિણામો વિશે છેલ્લી લેટેસ્ટ માહિતી મેળવી શકશો.

કચ્છ મોરબીના ૧૦ લાખ ૧૫ હજાર મતદારોના મતગણત્રીનું ભુજમાં કાઉન્ટ ડાઉન શરૂ

૧૭ મી લોકસભા બેઠકમાં આ વખતે કચ્છ મોરબીમાં થી કોણ ચૂંટાશે? ભાજપના વિનોદ ચાવડા કે પછી કોંગ્રેસના નરેશ મહેશ્વરી? આ વખતે મતદાન ૫૮.૨૩ % મતદાન થયું છે, આંકડાકીય રીતે વાત કરીએ ૧૦ લાખ ૧૫ હજાર મતદારોએ મતદાન કર્યું છે. જોકે, ભુજની એન્જીનયરિંગ કોલેજ કે જ્યાં મતગણતરી થઈ રહી છે. ત્યાં સવારે ૮ વાગ્યે ચૂંટણી પંચની સુચનાને પગલે કચ્છના વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત અમલને પગલે માહોલ થોડો ઠંડો છે. જોકે, ધીરે ધીરે માહોલ જામી જશે. આ વખતે ચૂંટણી પરિણામો પણ થોડા મોડા જાહેર થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરાઇ છે. ત્યારબાદ ઇવીએમ મશીનની ગણતરી શરૂ થશે.

જો વીવીપેટ અને ઇવીએમમાં ફેરફાર આવશે તો કયા મતો માન્ય ગણાશે?

મતદાનમાં ક્યાંયે કોઈ ગરબડ થઈ નથી તે કસવા માટે દરેક વિધાનસભા બેઠક દીઠ પાંચ પાંચ ઇવીએમ અને વીવીપેટ મશીનની સરખામણી કરાશે. મોરબી કચ્છના ૭ વિધાનસભા ક્ષેત્રમાં ૩૫ વીવીપેટ અને ઇવીએમ ની ગણતરી મેચ કરાશે. પણ, જો તે બન્ને વચ્ચે કોઈ ફેરફાર કે તફાવત દેખાય તો ચૂંટણી પંચની સૂચના અનુસાર વીવીપેટના મત માન્ય રહેશે.