Home Current મહિલા સરપંચની હાજરીમાં અપશબ્દો બોલવાની ના પાડનાર તલાટી ઉપર હુમલો – ભુજોડીના...

મહિલા સરપંચની હાજરીમાં અપશબ્દો બોલવાની ના પાડનાર તલાટી ઉપર હુમલો – ભુજોડીના બનાવ બાદ ગ્રામસભાથી ડરતું તલાટી મંડળ

2932
SHARE
ભુજ તાલુકાના ભુજોડી ગામે ચાલુ ગ્રામસભા દરમ્યાન બે શખ્સો દ્વારા કરાયેલા ડખ્ખા અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ બનાવ સંદર્ભે કચ્છ જિલ્લા તલાટી મંડળ દ્વારા ઉગ્ર વિરોધ સાથે બન્ને હુમલાખોરોની ધરપકડ કરવા માંગ કરાઈ છે તલાટી મંડળ દ્વારા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીને ઉદ્દેશીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ભુજોડીમાં ગ્રામસભા ચાલુ હતી તે દરમ્યાન સુરજી ભીખા રબારી અને રાણા દેવશી રબારીએ અપશબ્દો સાથે ડખ્ખો કરતાં તલાટી મયુર ચંદુલાલ નાયીએ મહિલા સરપંચની હાજરીમાં ગ્રામસભામાં અપશબ્દો બોલતા બન્નેને અટકાવ્યા હતા એટલે, બન્નેએ ઉશ્કેરાઈને તલાટી મયુર નાયી ઉપર હુમલો કર્યો હતો જોકે, વચ્ચે ગ્રામજનો પડતા તલાટી બચી ગયા હતા પણ હુમલામાં તેમને ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા આ ઘટનાને ગંભીર ગણાવતા તલાટી મંડળે ચિંતા વ્યક્ત કરી છે કે, ગ્રામસભામાં ખોટા કામ કરાવવા માંગતા ગ્રામજનો ડખ્ખો કરીને તલાટીઓ ઉપર દબાણ લાવે છે જો, તલાટી ખોટું કામ ન કરી દે તો આ રીતે હુમલો પણ કરે છે. આવા સંજોગોમાં તલાટીઓ માટે ગ્રામ્ય કક્ષાએ નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી કરવી કપરી બને છે ઘણા કિસ્સાઓમાં તલાટીઓ ઉપર દબાણ પણ લાવવામાં આવે છે. એટલે ફરિયાદ કર્યા છતાંએ પાછી ખેંચી લેવી પડે છે તલાટીઓ માટે ગ્રામસભા કે અન્ય સરકારી કામગીરી કરવી મુશ્કેલ બનતી જતી હોઈ સરકાર તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તલાટીઓની સુરક્ષા માટે પગલાં ભરવાની માંગ કરાઈ છે ખોટા કામોના દબાણના કારણે તલાટીઓનુ મોરલ ડાઉન થઈ રહ્યું હોવાની ચિંતા પણ કચ્છ જિલ્લા તલાટી મંડળે વ્યક્ત કરી છે જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગીરી ગોસ્વામી અને મહામંત્રી વિનોદ સોલંકીની સહી સાથે અપાયેલા આવેદનપત્ર સમયે મંડળના હોદ્દેદારો સાથે અન્ય  તલાટી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.