ગાંધીધામમાં કોંગ્રેસે પાડેલી જનતા રેડ દરમ્યાન મગફળીના જથ્થામાથી નીકળેલા ધૂળ, ઢેફા અને ફોતરાંને પગલે ફરી એકવાર મગફળી કૌભાંડનું ભૂત ગુજરાતમાં ધૂણી રહ્યું છે કોંગ્રેસ હવે મગફળી કૌભાંડમાં ભાજપને ઘેરવા માંગે છે ગાંધીધામ, અંજાર અને ભુજમાં કોંગ્રેસે મગફળી કૌભાંડના કસુરવારો સામે પગલાં ભરવાની માગણી કર્યા બાદ કોઈ કાર્યવાહી ન થતાં કોંગ્રેસે હવે આક્રમક મિજાજ સાથે રાજ્યવ્યાપી વિરોધ કરવા ગાંધીધામથી ગાંધીનગર સુધી ટ્રેકટર યાત્રા સાથે કિસાન સંવેદના યાત્રા યોજવાનું આયોજન કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસના પ્રેદેશ અગ્રણીઓ સહિત સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર ખેડુતોને ખેતર સમજી કૌભાંડની ખેતી કરી રહી છે ભાજપ સરકાર ખેડુતલક્ષી અને સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકારની દરેક ખેડુતલક્ષી યોજનાઓમાં ખેડુત માત્ર નામનો જ હોય છે મલાઈ બધી સરકારના મળતીયાઓ તારવી જાય છે પાકવિમા કૌભાંડ, જમીન માપણી કૌભાંડ, નહેરોમાં ગાબડા કૌભાંડ, સૌની યોજનામાં કૌભાંડ, મગફળી કૌભાંડ, ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ જાણે કૌભાંડોની હારમાળા સર્જાઈ છે ભ્રષ્ટાચારના ભોરીંગે અજગર ભરડો લીધો છે
જયારે જયારે કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ, વિવિધ ખેડુત સંગઠન કે ખેડુત આગેવાનો દ્વારા આવા કૌભાંડ ઉજાગર કરવામા આવે ત્યારે સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી, કૃષિમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત નિવેદન ઉપર નિવેદન આપવામાં આવે છે કે “એકપણ ચમરબંધીને છોડવામાં નહી આવે” , “ખાતરમાં ભેજના કારણે ખાતરમાં ઘટ આવે છે” , “નહેરોમાં ગાબડા ઊંદર અને નોળીયાઓના કારણે પડે છે” , “તપાસનો આદેશ આપ્યો છે, પોલીસ ફરિયાદ નોંધાઇ ગઈ છે” જેવા હાસ્યાસ્પદ નિવેદનનો વરસાદ કરી કોંગ્રેસ પર આક્ષેપો કરી કૌભાંડકારીઓને બચાવી લેવામા આવે છે દરેક કૌભાંડમાં નાના કારકુન કક્ષાની વ્યક્તિને પકડી કેસ દાખલ કરવામાં આવે છે ને ચમરબંધીઓનો વાળ પણ વાંકો થતો નથી
તુવેર કૌભાંડ હોય, ખાતર કૌભાંડ હોય કે 2017 -18 માં ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળીનું કૌભાંડ હોય હજારો કરોડોના કૌભાંડમાં છેલ્લે માર તો જનતાની તિજોરી પર પડે છે જનતાના નાણાનો સદુપયોગ કરવાની જવાબદારી જનતાએ સરકારને સોંપી છે એ જ સરકાર જનતાના નાણાનો દુરૃપયોગ કરી રહી છે જયારે જયારે સરકારના કૌભાંડની પોલ ખોલવામાં આવી છે ત્યારે ત્યારે સરકારે કૌભાંડીઓને પકડવાને બદલે વિરોધપક્ષ પર દોષારોપણ કરી જાણે કૌભાંડ ઉજાગર કરનાર દોષિત હોય તે રીતે કાર્યવાહી કરી છે ભાજપના કૌભાંડો ખેડૂતો અને આમ પ્રજા સુધી પહોંચાડવા માટે હવે કોંગ્રેસના દિગગજ નેતાઓ ગામે ગામ પહોંચીને લોકસંપર્ક કરશે.
કોંગ્રેસ દ્વારા યાત્રા તારીખ 30/06 ના રવિવારે સવારે ગાંધીધામમાં સરદાર પટેલની પ્રતિમા પાસેથી પ્રસ્થાન કરાવાયું હતું આ યાત્રા ભચાઉ – સામખિયાળી – માળીયા – હળવદ રાત્રી રોકાણ કરી બીજા દિવસે હળવદથી ધાંગધ્રા – વિરમગામ – સાણંદ રાત્રી રોકાણ કરી ગાંધીનગર પહોચશે રસ્તામાં આવતા ગામોમાં કોંગ્રેસ દ્વારા ભાજપના કૌભાંડોને ઉજાગર કરાશે.
આ સમગ્ર યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિધાનસભા વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી, નાનાભાઉ પટોલે(ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસ ચેરમેન) જીતેન્દ્ર બઘેલજી, બિષ્વરંજન મોહંતિ, સિધ્ધાર્થભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ અને કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો, વિવિધ હોદ્દેદારો જોડાશે.