Home Special એક શિક્ષક માટે આનાથી વધુ ધન્યતાની પળ કઈ હોય કે એને વળાવતા...

એક શિક્ષક માટે આનાથી વધુ ધન્યતાની પળ કઈ હોય કે એને વળાવતા ગામ આખું હિબકે ચડ્યું હોય

2761
SHARE
કચ્છની ધરા એટલે ખુમારી, ખમીરી અને મીઠપવાળા માડુની ધરા…વાત કરવી છે મૂળ ધોરાજીના વતની અને કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાની શ્રી ભૌઆ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ઉમેદભાઈ વાળાની
શિક્ષક તરીકે પોતાના વતનની ભૂમિથી દુર આવી એ કર્મ ભૂમિને ચાહવી, ત્યાં સ્નેહ,પ્રેમ, લાગણી અને સંબધોની સરવાણી શિક્ષણના માધ્યમથી ફેલાવવી અને શિક્ષક હોવાની સાચી વ્યાખ્યા દિપાવવી એ બધાથી નથી થતું…. અને ઉમેદભાઈએ એ કરી દેખાડ્યું
ઉમેદભાઈ વાળા ૨૦૦૪માં શિક્ષક તરીકે કચ્છમાં જોડાયા હતા અને ૨૦૧૬ ફરી તેમની વતનમાં બદલી થઈ હતી પરંતું સતત બે વર્ષ સુધી ગામલોકોએ લાગણીના તાતણે એમને પરાણે બાંધી જવા દિધા ન હતા છેવટે બે વરસ સુધી સૌની લાગણીને વંદન કરી રડતી આંખે આ શિક્ષકે વિદાય લીધી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું આનાથી વિશેષ ગૌરવવંતી પળ એક શિક્ષકના જીવનમાં કઈ હોઈ શકે ?
ઘણા એવા શિક્ષકો છે જે માત્ર બદલીની રાહ જોતા હોય છે પણ એ પળે આવું દ્રશ્ય ખડુ કરી શકે એજ એના શિક્ષક ધર્મનો સાચો શણગાર હોય છે..એક કાઠી દરબાર અને ક્ષાત્રતેજની રખાવટનું ઉદાહરણ એટલે ઉમેદભાઈ એની બાળકો પ્રત્યેની કર્મનિષ્ઠા, ફરજ નિષ્ઠ એવા આ શિક્ષક પોતાની લગન સાથે આપેલું શિક્ષણ અને ગ્રામજનો સાથે પરિવાર સમો તેમનો વ્યવહાર હર એકના હૃદય સુધી એક સ્નેહનો ધબકાર બન્યો અને આખા ગામે રડતી આંખે એમને વિદાય આપી
આ પ્રસંગે ઉમેદભાઈ ખૂબ ભાવુક હતા… એમના શબ્દો અને અનુભવને વર્ણવા શબ્દોની જરૂર નથી કેમકે સર્જાયેલી ક્ષણો જ બધું કહી દે છે પણ એમના શિક્ષકત્વને એમણે સાચા અર્થમાં સાર્થક કર્યું એ આ ક્ષણ સમગ્ર શિક્ષણ સમાજ માટે પ્રેરણારૂપ ચોક્કસ બની રહેશે કેમકે એક કાઠી દરબાર શિક્ષક તરીકે ગામમાંથી વિદાય લે અને ગામની સૌ બહેનો લાગણી અને સંબધોના તાતણે વણાયેલ સંબધોને માથા પર લક્ષ્મીજી ઉતારી ઓવારણા લેતી હોય એ દ્રશ્ય જ ઘણું કહી જાય છે મર્યાદાનો ઘુમટો તાણી ઓરડા દિપાવતી કાઠીયાણીનો સ્વભાવ કેવો હશે કે ઉમેદભાઈના વિદાય સમારોહમાં ગામની બહેનો પોતાના સ્વજન સમા ઉમેદભાઈને આશીર્વાદ આપીને રડી હોય આ છે સાચું ક્ષાત્રતેજ ,સાચી મુડી, અને જગતનો મોટા એવોર્ડ સવાયા કચ્છી બનીને પોતાના વતન જતા એ શિક્ષકને અભિનંદન