Home Current ભુજના માધાપર ગામે આવેલા ત્રણ પાકિસ્તાની નાગરિકોને પોલીસ રાજસ્થાન મૂકી આવી!! –...

ભુજના માધાપર ગામે આવેલા ત્રણ પાકિસ્તાની નાગરિકોને પોલીસ રાજસ્થાન મૂકી આવી!! – જાણો આખો કિસ્સો

1104
SHARE
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધો બન્ને દેશના નાગરિકોને અવરજવર માટે મુશ્કેલી સર્જી છે ત્યારે ભુજના માધાપર ખાતે બનેલા એક કિસ્સાએ કચ્છ પોલીસની માનવીય સંવેદના દર્શાવી છે માધાપરના કોટક નગરમાં રહેતા દેવાભાઈ ફોટાભાઈને ત્યાં ત્રણ પાકિસ્તાની નાગરિકો આવ્યા હતા આ અંગે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસને મળેલી જાણકારીને પગલે પોલીસે પાસપોર્ટ વિઝા ચેક કર્યા હતા પાસપોર્ટ તો આ ત્રણેયને પાકિસ્તાની નાગરિક હોવાનું દર્શાવતો હતો એટલે પાસપોર્ટ તો બરાબર હતો પણ ગરબડ વિઝા મા હતી વિઝા માં ગરબડ જોઈને એસઓજી પોલીસે પાકિસ્તાન સિંધના બદીન શહેર મધ્યે રહેતા આ ત્રણ પાકિસ્તાની નાગરિકો ૫૦ વર્ષીય આલુભાઈ રાણાભાઈ મારવાડા તેમની નાની પુત્રી તેમજ વયસ્ક માતા ૬૫ વર્ષીય મોરાનબેન રાણાભાઈ મારવાડાની પૂછપરછ હાથ ધરી હતી આ ત્રણેય પાકિસ્તાની હિન્દુ નાગરિકોના કૌટુંબિક સંબંધી એવા ભાણેજ દેવાભાઈના ઘેર માધાપર કોટક નગર આવ્યા હતા પણ, ગરબડ અહીં વિઝની હતી આ ત્રણેય પાકિસ્તાની નાગરિકો પાસે ભારતમાં ફરવા પૂરતા ઇસ્યુ કરાયેલા વિઝા માત્ર હરિદ્વાર પૂરતા જ હતા જોકે, પોલીસે દેશની સુરક્ષાના મુદ્દે માધાપરના કે કચ્છના અન્ય કોઈ પણ સ્થળના વિઝા ન હોવા છતાંયે કચ્છ આવેલા આ ત્રણેય પાકિસ્તાની નાગરિકોની શક ના દાયરા હેઠળ આકરી પૂછપરછ કરી હતી જોકે, સતત પૂછપરછ બાદ પોલીસને એ ધ્યાને આવ્યું હતું કે, આ ત્રણેય પાકિસ્તાની નાગરિકોનો ઈરાદો ખરાબ નથી તેઓ પાસે કચ્છની વિઝા નથી વગર વિઝાએ ભુજ પોતાના સંબંધીઓને મળવા આવ્યા હતા બસ, અહીં પશ્ચિમ કચ્છ પોલીસે માનવીય સંવેદના દર્શાવી ત્રણેય પાકિસ્તાની નાગરિકોને રાજસ્થાનના મુનાબાવ ગામે મુકવાની વ્યવસ્થા કરી હતી રાજસ્થાનના મુનાબાવથી પાકિસ્તાનને જોડતી રેલવે સેવા ચાલુ છે આમ, પશ્ચિમ કચ્છ પોલીસે સંવેદના સાથે કામ કરી ગુજરાત પોલીસની સંવેદનાને ચરિતાર્થ કરી છે.