Home Current કચ્છમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપને ત્રણ, કોંગ્રેસને એક અને અપક્ષને મળી એક...

કચ્છમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપને ત્રણ, કોંગ્રેસને એક અને અપક્ષને મળી એક બેઠક

1596
SHARE
કચ્છની તાલુકા પંચાયતની પાંચ બેઠકોની રવિવારે યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આજે મંગળવારે ૨૩ તારીખે જાહેર થઈ ગયું છે નખત્રાણા તાલુકા પંચાયતની મોટી વિરાણીમાં ભાજપના ગોરધન માવજી પટેલ અને નખત્રાણા-૨ બેઠકમાં ભાજપના મંજુલાબેન દિનેશ નાકરાણીનો વિજય થયો છે ભુજ તાલુકાની ઝુરા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિશાલ (વાલજી) વેલજી થારૂ નો વિજય થયો છે ઝુરામાં કોંગ્રેસ અને ભાજપ બન્નેના ઉમેદવાર હાર્યા છે વિજેતા ઉમેદવાર ભાજપના બાગી ઉમેદવાર હતા, જયારે અંજાર તાલુકાની ટપ્પર બેઠક ઉપર કોંગ્રેસના શામજી ભૂરાભાઈ આહીરનો વિજય થયો છે ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે ભાજપના ઉમેદવાર રમીલાબેન ધર્મેન્દ્ર કારમા વિજયી થયા છે આમ, પાંચમાંથી ત્રણ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે જ્યારે એક અપક્ષ વિજેતા ઉમેદવાર પણ ભાજપના જ બાગી ઉમેદવાર હોઈ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં કચ્છમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે આથી અગાઉ ભાજપ પાસે ત્રણ બેઠકો અને કોંગ્રેસ પાસે બે બેઠકો હતી. કોંગ્રેસે ઝૂરા બેઠક ગુમાવી છે ટપ્પરની બેઠક જાળવી છે ભાજપે ત્રણ બેઠકો નખત્રાણા-૨, મોટી વિરાણી, અંતરજાળ જાળવી છે. જયારે ઝુરામાં ભાજપ તરફે ટિકિટ ન મળતા બાગી તરીકે અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેદવાર વિજેતા બન્યા છે.