Home Current મણિનગર ગાદી સંસ્થાન દ્વારા વર્જિનિયા મધ્યે નૂતન સ્વામિનારાયણ મંદિર ખુલ્લું મુકાયું

મણિનગર ગાદી સંસ્થાન દ્વારા વર્જિનિયા મધ્યે નૂતન સ્વામિનારાયણ મંદિર ખુલ્લું મુકાયું

511
SHARE
દેશ વિદેશમાં ધર્મ, શાંતિ અને વિશ્વ કલ્યાણનો સંદેશ પ્રસરાવી રહેલા વિશ્વ શાંતિ દૂત સમા પૂજ્ય આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીની છત્રછાયામાં મણિનગર ગાદી સંસ્થાન અનેક ધાર્મિક અને સામાજિક કાર્યમાં અગ્રેસર રહ્યું છે દેશ અને વિદેશમાં પણ હરિભક્તો આચાર્ય સ્વામીજીની પ્રેરણા અને આશીર્વાદથી ભગવાન સ્વામિનારાયણના ઉપદેશને ઝીલીને ધર્મ અને માનવતાના સંદેશને પ્રસરાવી રહ્યા છે
યુનાઇટેડ સ્ટેટના વર્જિનિયા મધ્યે ચેકપીક ખાતે આકાર પામેલું નૂતન સ્વામિનારાયણ મંદિર પણ એનું ઉદાહરણ છે આ નવનિર્મિત મંદિરનો ઉદ્ઘાટન સમારોહ આસ્થાભેર ઉજવાયો હતો આ પ્રસંગે આચાર્યશ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજે શાંતિ,એકતા, ભાઈચારાનો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસરે એવી ભાવના વ્યક્ત કરી હતી દુનિયાભરમાંથી પધારેલા હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ખાસ ઉપસ્થિત રહેલા સીટી કાઉન્સિલ વેસ્ટર્ન મેયર ડોક્ટર રિચાર્ડ ડબ્લ્યુ વેસ્ટ આ સંપ્રદાયની પરંપરાથી પ્રભાવિત થઈને જણાવ્યું હતું કે આચાર્ય સ્વામીને મળીને હું ધન્યતા અનુભવું છું મારા જીવનકાળ દરમ્યાન અનેક મંદિરોના કાર્યક્રમમાં મેં હાજરી આપી છે પરંતુ અહીંનો માહોલ અને અનુભવ અલૌકિક અને શાંતિ ભર્યો રહ્યો
ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહમાં વિશ્વશાંતિ રેલી સહિત વિવિધ ધાર્મિક આયોજનો કરાયા હતા આ પ્રસંગે મંદિર દ્વારા ચેકપિક સેન્ટરના ફાયર અને પોલીસ વિભાગને મોટી રકમના ચેકનું અનુદાન આચાર્ય મહારાજના હસ્તે મેયરને અપાયું હતું
આ પ્રસંગે આચાર્ય મહારાજે વિશેષમાં જણાવ્યું હતું કે વર્જિનિયા પહેલું રાજ્ય છે જેમાં યુનાઇટેડ સ્ટેટનું નિર્માણ થયું હતું જેમાં 1907માં યુરોપિયનો પ્રથમ વાર અહીં આવ્યા હતા અને આજે હવે સ્વામીબાપા અહીં પધાર્યા છે વિશ્વની સાથે ચેકપિક સેન્ટરમાં પણ ભાઈચારો,એકતા,કરુણા અને ઉદારતા વધે એ હેતુથી આ મંદિરનું નિર્માણ કરાયું છે આ પ્રસંગે ગાદી સંસ્થાનના સ્વામી ભગવતપ્રિય દાસજી સહિત વરિષ્ઠ સંતો અને હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.