Home Current કોંગ્રેસની રજૂઆતને ભાજપે આપેલા ટેકાએ બંધ શાળાના દરવાજા ખોલ્યા –  ગ્રામજનોના આંદોલનને...

કોંગ્રેસની રજૂઆતને ભાજપે આપેલા ટેકાએ બંધ શાળાના દરવાજા ખોલ્યા –  ગ્રામજનોના આંદોલનને પગલે ચાલુ થશે ફરી ધો.૫/૬ ના વર્ગો

710
SHARE
એક નાનકડા ગામ માટે શિક્ષણનું મહત્વ કેટલું છે, તેનો દાખલો કચ્છના અંજાર તાલુકાના પશુડા ગામના લોકોએ દર્શવ્યો છે. તો, ગામ લોકોની રજુઆત સંદર્ભે કોંગ્રેસની જાગૃતિ અને ભાજપના હકારાત્મક વલણે પણ પ્રસંશનીય કામગીરી કરતા ગામની શાળાના બંધ થયેલા વર્ગો બાળકોના અભ્યાસ માટે ફરી ખુલ્યા છે. અંજાર તાલુકાના પશુડા ગામની શાળાને ગામ લોકોએ કરેલી તાળાબંધી છેલ્લા ચાર દિવસ થયા સતત ચર્ચામાં રહી છે ધોરણ ૫ અને ૬ માં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦ થી ઓછી થતાં નિયમ પ્રમાણે ધો. ૫/૬ ના વર્ગો બંધ કરવાનો નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા લેવાયો હતો જો, ધોરણ ૫/૬ ના વર્ગો બંધ થાય તો આગળના વર્ષે ધોરણ ૭/૮ ના વર્ગો બંધ થઈ શકે એવી ચિંતા સાથે પોતાના બાળકોના અભ્યાસની સુવિધા અને ભવિષ્ય તરફ તંત્રનું ધ્યાન દોરવા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી પશુડા ગામની શાળાના તાળાબંધીના સમાચારો મીડીયામાં પણ ચર્ચામાં રહ્યા જેને પગલે આ અંજાર તાલુકા પંચાયતના સદસ્ય શામજીભાઈ આહીર અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલે પશુડા ગામની શાળાના ધોરણ ૫/૬ ના વર્ગો ચાલુ કરાવવા જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા સમક્ષ રૂબરૂ રજુઆત કરી વિરોધ પક્ષ કોંગ્રેસની પ્રજાલક્ષી સમસ્યા ઉકેલવા શાસક પક્ષ ભાજપે પણ હકારાત્મક અભિગમ દાખવ્યો ગ્રામજનો, કોંગ્રેસ, ભાજપના રાજકીય આગેવાનોની રજુઆતોને પગલે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ પણ પોતાનો નિર્ણય ફેરવ્યો આ કાર્યમાં કોંગ્રેસના યુવા અગ્રણી દિપક ડાંગર પણ સહયોગી બન્યા હતા આમ, સૌની રજુઆતોને પગલે હવે ફરી એકવાર પશુડા ગામમાં ધોરણ ૫/૬ ના વર્ગો ચાલુ થઈ જતાં તાળાબંધી કરાયેલ શાળાના બંધ દરવાજા ખુલી ગયા છે આમ નાનકડા એવા પશુડા ગામના ગ્રામજનોની જાગૃતિએ જિલ્લા કક્ષાએ સૌને ઢંઢોળી નાખ્યા અને ગામના બાળકોના શિક્ષણ આડેનો અંતરાય હટાવી દીધો.