Home Current આતંકવાદીઓ, દેશ વિરોધી ભાંગફોડીયા તત્વો સામે કચ્છમાં એલર્ટ- કલેકટરે રિમોટથી ચાલતા સાધનો...

આતંકવાદીઓ, દેશ વિરોધી ભાંગફોડીયા તત્વો સામે કચ્છમાં એલર્ટ- કલેકટરે રિમોટથી ચાલતા સાધનો વાપરવા ફરમાવી મનાઈ, જાણો વિશેષ

1109
SHARE
દેશની મહત્વની સુરક્ષા એજન્સી ‘રો’ અંતર્ગત કામ કરતા નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન NTRO દ્વારા કચ્છમાં એલર્ટ રહેવા અપાયેલ ઇનપુટના સમાચાર ન્યૂઝ4કચ્છ દ્વારા હમણાં જ પ્રસારિત કરાયા હતા તે વચ્ચે કચ્છના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં વર્તમાન તંગ પરિસ્થિતિ વચ્ચે જમીન અને દરિયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ કચ્છ જિલ્લામાં સુરક્ષા માટેના ઇનપુટને ધ્યાને લઈને આતંકવાદી સંગઠનોના નાપાક ઇરાદાઓથી સાવધ રહેવા આ ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવાનું જણાવાયું છે કચ્છમાં આવેલ વાઇટલ ઈન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ આવેલી છે. આતંકવાદી સંગઠનો તેમને નુકસાન પહોંચાડે તેવી શકયતા હોઈ તેમજ હિંસા દ્વારા લોકોને પણ હાનિ પહોંચાડી શકે તેવી શકયતા સાથે જિલ્લાની અને રાજ્યની સલામતી વ્યવસ્થા સામે દહેશત સર્જી શકે તેવી શંકા છે. આવા દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંશાધનો અથવા એરોસ્પાર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ આવા તત્વો કચ્છ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડવાની શકયતા છે. એટલે, આ પ્રકારના સાધનોથી જિલ્લામાં આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શકયતા રહેલી છે. જેને પગલે દેશની સુરક્ષાના હિતમાં કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી રેમ્યા મોહને કચ્છ-ભુજ ગુજરાત અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭(૧) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના વિસ્તારમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), કવાડ કોપ્ટર (QUAD COPTER), પાવર્ડ એરક્રાફટ (POWER AIRCRAFT), તેમજ માનવ સંચાલિત સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ (MICRO LIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR) તેમજ હોટ એર બલુન્સ (HOT AIR BALOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) જેવા સાધનો ચલાવવાની મનાઇ ફરમાવેલ છે.
આ જાહેરનામા અન્વયે સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંશાધનોને આ જાહેરનામામાંથી મૂકિત આપવામાં આવી છે અને આ હુકમનો તા.૩૧મી ઓગષ્ટ-૨૦૧૯ સુધી અમલ કરવાનો રહેશે.