Home Current ગભરાયેલા પાકિસ્તાને કચ્છને જોડતા તેના ક્રીક એરિયામાં કમાન્ડોની સંખ્યા વધારી : ભારત...

ગભરાયેલા પાકિસ્તાને કચ્છને જોડતા તેના ક્રીક એરિયામાં કમાન્ડોની સંખ્યા વધારી : ભારત પણ એલર્ટ

855
SHARE
જયેશ શાહ.ગાંધીધામ
કાશ્મીરને લગતી 370મી કલમ દુર કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધેલો છે તેવામાં પાકિસ્તાને તેના કચ્છનાં ક્રીક એરિયાને અડીને આવેલા વિસ્તારમાં સૈન્ય વધાર્યું છે. પાકે ક્રીકમાં આવેલા તેમના વિસ્તારની ચોકીઓ ઉપર કમાન્ડોની સંખ્યા વધારી દીધી છે. સ્પેશીયલ સર્વિસ ગ્રુપ (SSG) તથા પાક નેવીનાં સીલ કમાન્ડોને કચ્છની ક્રીક સીમા પાસે આવેલી તેની રાધા બંદર તેમજ ઇકબાલ બાજ્વા પોસ્ટ સહીતની ચોકીઓ ઉપર કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. ભારત દ્વારા પણ કચ્છની ઇન્ડો પાક બોર્ડર ઉપર થઇ રહેલી આ હલચલ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તંગ થયા છે અને ભારત સાથેની પાક બોર્ડર ઉપર સૈન્ય તૈનાત કરવાની ઘટનાઓ વધી રહી છે તેવામાં શાંત બોર્ડર તરીકે માનવામાં આવતી કચ્છ સરહદ ઉપર, ખાસ દરિયાઇ સીમા અને ક્રીક એરિયામાં હલચલ વધારી દીધી છે સૂત્રોનું માનીએ તો પાકિસ્તાનના કેટી બંદર પાસે આવેલા નાથીયા ગલી નામના વિસ્તારમા આવેલા કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ મુવમેન્ટ જોવા મળી હતી જેમાં પાક નેવીના સીલ કમાન્ડો ઉપરાંત એસએસજી કમાન્ડોને તાલીમ આપવા ઉપરાંત તેમનુ યુનિટ પણ તૈનાત રાખવામાં આવેલુ છે તાજેતરમાં ત્યાં પાક નેવીના ચીફ દ્વારા નિરીક્ષણ પણ કરાવામાં આવ્યુ હતુ.
પાકિસ્તાનનાં બાલાકોટ ઉપર ભારત દ્વારા સર્જીકલ એટેક પછી અહી અસામાન્ય રીતે કમાન્ડોને વધારવાનું ચાલુ હતુ જેને પગલે ભારતે પણ તેની તૈયારીઓ કરી લીધી હતી હવે જયારે કાશ્મીરની સ્થિતી પછી બોર્ડર ઉપર સ્ફોટક સ્થિતિ બની છે તેવામાં કચ્છનાં ક્રીકમાં પાકે તેના વિસ્તારમાં કમાન્ડો વધારી દેતા ભારતે પણ આ દિશામાં તેની ચોકસી વધારી દીધી છે.