Home Current ‘હિટવેવ’ સાથે ગરમી વધી ચૈત્ર માં રેકર્ડ બ્રેક ૪૧.૨ ડિગ્રી

‘હિટવેવ’ સાથે ગરમી વધી ચૈત્ર માં રેકર્ડ બ્રેક ૪૧.૨ ડિગ્રી

924
SHARE
(ન્યૂઝ4કચ્છ) છેલ્લા બે દિવસ માં વધી ગયેલા તાપમાને લોકો ને ત્રાહિમામ કરી દીધા છે.આજે કંડલા માં ૪૧ ડીગ્રી અને ભુજ માં ૪૧.૨ ડીગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું છે.વહેલી સવારથી જ આકરો તાપ વરસાવતા સૂરજદાદા બપોરે જાણે આગ વરસાવે છે અને અગનગોળા નો અનુભવ થાય છે.જે સાંજે અને મોડી રાત્રે બફારા માં ફેરવાય છે.ગરમી ની આ અસર ઉષ્ણતામાન ના પારા પર પણ વર્તાઈ છે અને અત્યારથી જ પારો ૪૦ ડીગ્રી ને પાર કરી ગયો છે. જે ચૈત્ર મહીના માં રેકર્ડ છે.

હજી પણ આકાશ માંથી આગ ઝરતી લૂ વરસશે:જાણો શા માટે વધી ગરમી ?

સરેરાશ કરતા આ વખતે કચ્છ માં ૩ ડીગ્રી જેટલું તાપમાન વધ્યું છે.પવન ની ઝડપ વધી હોવા છતાંય તાપમાન વધ્યું છે તેનું કારણ હવા માં ભેજ ના પ્રમાણ માં ઘટાડો થયો છે. સવારે ૬૦ થી ૬૫ ટકા રહેતું ભેજ નું પ્રમાણ આ વખતે ૪૦ ટકા રહ્યું છે.સામાન્ય રીતે ચૈત્ર મહીનામાં ૩૭ થી ૩૮ ડીગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે તેને બદલે આ વખતે ૪૧ ડીગ્રી ને આંબી ગયું છે.હવામાન એનાલિસ્ટ ના જણાવ્યા પ્રમાણે હજી પણ આવનારા ત્રણ થી ચાર દિવસો માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં આકાશ માંથી આગ ઝરતી લૂ વરસશે.