Home Current દિલ્હીની પોલીસ-વકીલની લડાઈમાં ગુજરાત પોલીસ પણ સમર્થનમાં ઉતરી, સોશીયલ મીડિયામાં દિલ્હી પોલીસને...

દિલ્હીની પોલીસ-વકીલની લડાઈમાં ગુજરાત પોલીસ પણ સમર્થનમાં ઉતરી, સોશીયલ મીડિયામાં દિલ્હી પોલીસને સમર્થન આપ્યું

5879
SHARE
જયેશ શાહ . ગાંધીધામ
દિલ્હીમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી અથડામણને પગલે એક તરફ જ્યા દિલ્હી પોલીસનાં જવાનો પ્રદર્શન ઉપર ઉતરી આવ્યા છે ત્યાં ગુજરાત પોલીસ પણ દિલ્હી પોલીસનાં સમર્થનમાં ઉતરી છે સોશીયલ મીડિયા ઉપર પોલીસ કર્મચારીઓ તથા અધિકારી દ્વારા આ અંગે મેસેજ તેમજ વોટ્સએપ સ્ટેટસ થકી દિલ્હી પોલીસનું સમર્થન કરવાનું શરૂ થઈ ગયું છે.
દિલ્હીમાં કોર્ટમાં પોલીસ તથા વકીલો વચ્ચે થયેલી ઘર્ષણની ઘટના બાદ આજે મંગળવારે સાંજથી દિલ્હી પોલીસના મુખ્ય મથક ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારીઓની સાથે સાથે પોલીસ પરિવારનાં સભ્યો દ્વારા પ્રદર્શન કરવામાં આવતા કેન્દ્ર સરકાર હસ્તક આવતા આ પોલીસ બેડાની હરકતથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં હડકંપ મચી ગયો હતો એક તરફ જયાં કેન્દ્રના ગૃહ સચિવ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળવા દોડી ગયા હતા ત્યાં અમિત શાહનાં હોમ સ્ટેટ ગુજરાતમાં પણ પોલિસ કર્મચારીઓ દિલ્હી પોલીસનાં સમર્થનમાં ઉતરી આવતા ભાજપની નેતાગીરી પણ સ્તબ્ધ થયી ગઈ હતી પોલીસ કર્મચારીઓ સહિત અધિકારી સતત દબાણમાં કામ કરી રહયા હોવાનાં વિવિધ સ્તરેથી અહેવાલ મળી રહ્યા છે તેવામાં દિલ્હીની ઘટના તેમજ ત્યાર પછીની ઘટનાક્રમથી શિસ્તને વરેલા આ બેડાના લોકો દ્વારા કરવામાં આવી રહેલી રજુઆત તથા દેખાવો ખૂબ જ ગંભીર હોવાનું પોલીસ અધિકારીઓ માની રહ્યાં છે
થોડા સમય અગાઉ જયારે મીડિયા સાથેની એક ઘટનામાં ગુજરાતમાં પોલીસ અધિકારી સહિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે પણ આ પ્રકારનો રોષ ગુજરાતના પોલીસ બેડામાં જોવા મળ્યો હતો જેમાં પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓએ વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદીનાં સાત દાયકાથી વધુનાં સમયગાળા દરમિયાન શિસ્તને વરેલા પોલીસ બેડાને આમ જાહેરમાં પોતાની વેદના રજુ કરવા માટે એકઠા થવું પડ્યું હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે.