Home Current પાક નુકશાનીથી કચ્છના ખેડુતો દુ;ખી! પણ ભાજપે રાફેલ મુદ્દે રાહુલને ઘેરવા દરેક...

પાક નુકશાનીથી કચ્છના ખેડુતો દુ;ખી! પણ ભાજપે રાફેલ મુદ્દે રાહુલને ઘેરવા દરેક તાલુકા મથકે ધરણા કર્યા

637
SHARE
કચ્છના પ્રાણપ્રશ્ર્નો અને લોકોની સમસ્યા મુદ્દે કચ્છના ચુંટાયેલા ભાજપના પ્રતિનીધી પ્રજાની વાહરે ન આવતા હોવાના આક્ષેપો તો કોગ્રેસે અનેકવાર કર્યા છે. પરંતુ આજે જ્યારે કચ્છમાં કમૌસમી વરસાદથી ખેડુતો દુખી છે. ત્યારે ખેડુતોની ચિંતા માટે એક શબ્દ ન બોલનાર ભાજપના નેતાઓએ આજે રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રાહુલ અને કોગ્રેસને ઘેરવા માટે પ્રતિક ધરણા યોજી રાહુલ માફી માંગે તેવી માંગ કરી હતી. પાર્ટીના આદેશ મુજબ ભાજપ આ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ આજે આ લખવાનુ કારણ એ કે એક તરફ આજે જ્યારે ચુંટાયેલા ભાજપના પ્રતિનીધીઓ અને કાર્યક્રરો ધરણા કરતા હતા. ત્યારે ભુજ તાલુકાના કિસાનો પોતાને ખેતીમાં ગયેલા નુકશાનના ઝડપી વળતર માટે દુખ સાથે તેની વેદનાની રજુઆત કરવા માટે કલેકટર કચેરીમાં સંધર્ષ કરી રહ્યા હતા. ત્યા બીજી તરફ ભાજપના પુર્વ અને વર્તમાન ધારાસભ્ય સહિતના સંગઠનના હોદ્દેદારો જય જવાન જય કિસાન નહી પરંતુ જય ભાજપ અને મોદીના સમર્થનમાં ધરણા કરી રહ્યા હતા.

સરકારે સહાયની જાહેરાત કરી છે હજી ખેડુતોને મળી નથી

સરકારે ઓક્ટોબર મહિનાથી સતત પડી રહેલા કમૌસમી વરસાદ અને ભારે પવનથી થયેલા નુકશાન બાબતે રાહત પેકેજની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી ખેડુતોને તેનો લાભ મળ્યો નથી. તારીખ 12 નવેમ્બર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધી નુકશાન ગયેલા આંકડામાં 22.000હેક્ટરમાં સર્વે થયો છે. તો ત્યાર બાદ 5,000 પાક નુકસાની અંગે અરજી આવી છે. જો કે 13 નવેમ્બરના પડેલા કરા સાથેના વરસાદથી એંરડા,કપાસ,મગફળી,કઠોડ સહિતના રોકડીયા પાક સાથે બાગાયતી પાકોમાં પણ ભચાઉ,રાપર અને ભુજ તાલુકામાં ભારે નુકશાન ગયુ છે. જો કે હજુ ત્યા સર્વેની કામગીરી થઇ નથી. અને વળતર ક્યારે ચુકવાશે એ એક મોટો પ્રશ્ર્ન છે. જો કે આજે ખેડુતોએ કલેકટર કચેરી બહાર સુત્રોચાર સાથે ઝડપી વળતરની આશા વ્યક્ત કરી હતી.

ખેડુતોને આશ્ર્વાસન આપવાની ફરજ કચ્છ ભાજપની નથી?

2 વર્ષથી ઓછા વરસાદ બાદ કચ્છમાં ચાલુ વર્ષે સારો વરસાદ પડ્યો પરંતુ પાછોતરા વરસાદે ખેડુતો માટે મોટી મુશ્કેલી સર્જી જો કે ખેડુતોની વહારે અત્યાર સુધી ભાજપનો કોઇ નેતા ફર્કયો નથી. ભચાઉ,અંજાર,અને ભુજ વિસ્તારમાં જ્યા સૌથી વધુ નુકશાન ગયુ છે. ત્યા ભાજપની સત્તા છે. પરંતુ ખેડુતોને આશ્ર્વાસન આપવા અને વાસ્તવિક સ્થિતીનો તાગ મેળવવા માટે અત્યાર સુધી કોઇ ભાજપના નેતા પહોચ્યા નથી. તે પણ એટલી વાસ્તવિક્તા છે ઉપર આકાશ અને નિચે સરકાર વચ્ચે ખેડુતો સરકાર પાસે મદદ માટે આશાવાદી છે. પરંતુ શુ ભાજપના નેતાઓની ફરજ નથી કે એકપણ વિસ્તારમાં જઇ ખેડુતોને આશ્ર્વાસનના બે બોલ કહે અને પાક નુકશાનીની જાત માહિતી મેળવે જો ધરણા માટે સમય છે તો ખેડુતોની સાથે રજુઆત કરવા કેમ ભાજપના નેતાઓ ન જઇ શકે….?

ભાજપ ગયુ નહી પણ હવે કોગ્રેસ જશે

ભાજપના નેતાઓએ ફોન પર કે અન્ય લોકોની મદદથી જે ખેતી અંગે જાણ્યુ હોય એ પરંતુ જાહેરમાં ખેડુતો મુદ્દે કોઇ નિવેદન આપ્યુ નથી. કે નથી તેમના નુકશાની અંગે જાત મુલાકાત ખેડુતો સાથે કરી પરંતુ ખેડુતો મુદ્દે પ્રદેશની સુચના મુજબ કાર્યક્રમ કર્યા બાદ હવે કચ્છ કોગ્રેસના નેતાઓ ભુજ તાલુકાના જે ગામોમાં ખેડુતોને નુકશાન ગયુ છે તે સ્થળે જાત મુલાકાત માટે જશે કોગ્રેસનો આવી મુલાકાત માટેનો ઉદ્દેશ શુ છે એ પ્રજા જાણે છે પરંતુ ખેડુતોની મુશ્કેલ સ્થિતીમાં તેમનો આ પ્રવાસ ખેડુતો માટે આશ્ર્વાસન અને હિંમત આપનાર ચોક્કસ હશે..
કચ્છમાંસરકાર ખેડુતોની ચિંતા નથી કરતી એવુ પણ નથી 2 દાયકામા કચ્છમાં ખેતીની સ્થિતી બદલાઇ છે પરંતુ વાત વર્તમાનની છે અને તેમાં ખેડુતો પાક નુકશાનીથી સંપુર્ણ રીતે વ્યથીત છે અને આર્થીક મદદ સાથે આશ્ર્વાસનના બે બોલ પણ નેતાઓ પાસે ઝખી રહ્યા છે પરંતુ રાફેલના રાજકીય મુદ્દામાં ચર્ચામા રહેવામાં કચ્છમાં ભાજપ વ્યસ્ત રહ્યુ એ હકીકત છે.