કચ્છના પાટનગર ભુજ શહેરનો આજે 472મો સ્થાપના દિવસ છે. અને આઝાદી બાદની પરંપરા મુજબ ભુજ શહેરના પ્રથમ નાગરીક એટલે કે નગરપાલિકા પ્રમુખ આ દિવસે ખીલ્લી પુજન કરી ભુજના સ્થાપના દિવસની ઉજવણી કરે અને શહેરીજનો સાથે ભુજના ચુંટાયેલા નગરસેવકો શહેરના વિકાસ માટે કટ્ટીબધ્ધતા દર્શાવી આ ઉજવણીમાં ભાગ લે પરંતુ દુર્ભાગ્યપુર્ણ રીતે આજના સ્થાપના દિવસના કાર્યક્રમમાં 11 વોર્ડમાં ચુટાયેલા 44 નગરસેવકો પૈકી માત્ર 6 કાઉન્સીલરો જ હાજર રહ્યા ભાજપના નગરસેવકો વચ્ચે તો આંતરીક જુથ્થબંધી છે તે જગજાહેર છે પરંતુ આ વર્ષે તો કોગ્રેસના એકપણ કાઉન્સીલર ભુજના સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થયા નહી એક તરફ ભુજમાં અનેક સમસ્યા છે ત્યા બીજી તરફ આજે ભુજને મહાનગરપાલિકાનુ બિરૂદ્દ અપાવવાના વચનો અપાયા પરંતુ શહેરના સ્વપ્નદ્રષ્ટ્રા કહી શકાય તેવા કાઉન્સીલરો જ હાજર રહ્યા નહી
નિમાબેને ચાલતી પકડી પ્રમુખે કહ્યુ જુથ્થબંધી નહી લગ્ન નડી ગયા
ભાજપનુ ભુજ નગરપાલિકામાં સંખ્યાબળ વધુ છે પરંતુ જુથ્થબંધી પણ ચમરસીમાએ છે ભુજના ધારાસભ્ય,સાંસદ સૌ કોઇ હાજર રહ્યા પરંતુ ભુજ પાલિકાના પ્રમુખ સ્થાને જે કાર્યક્રમ થાય છે તેના સાથી નગરસેવકો જ કાર્યક્રમમાં ડોકાયા નહી શા કારણોસર ભાજપના ચુંટાયેલા પાલિકા સભ્યો ગેરહાજર રહ્યા તે અંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય નિમાબેન આચાર્યને પુછાયુ ત્યારે તેઓએ પાલિકા પ્રમુખને પુછો એમ કહી ચાલતી પકડી હા એ વાત અલગ છે ભુજમાં જુથ્થબંધી છે તેવુ નિમાનબેનના એકપત્ર એજ જગ જાહેર કર્યુ હતુ તો બીજી તરફ પાલિકા પ્રમુખ લત્તાબેન સોંલકીને પુછાયુ તો તેઓએ કહ્યુ જુથ્થબંધી નથી નડી પણ લગ્નગાળો નડી ગયો અને મોટાભાગના કાઉન્સીલરો લગ્નમાં છે.
કોગ્રેસે પણ આવવુ જોઇએ
દર વર્ષે વાજતે-ગાજતે યોજાતા કાર્યક્રમોમાં ચાલુ વર્ષે લોકોની હાજરી પણ ઓછી હતી બાળકોની રેલી સાથે ધામધુમપુર્વક ભુજના સ્થાપના દિવસની ઉજવણી થતી પરંતુ ચાલુ વર્ષે માત્ર ધારાસભ્ય,સાંસદ,6 કાઉન્સીલર અને રાજવી પરિવારના પ્રતિનીધીઓ સિવાય પબ્લીકની ઓછી હાજરી જોવા મળી ચોક્કસ ભાજપમાં જુથ્થબંધી છે અને સંભવત તેઓ વિવિધ બાના કરી ન આવે તે સ્વાભાવીક છે પરંતુ કોગ્રેસના ચુંટાયેલા સભ્યો પણ ભુજના સ્થાપના દિવસે ડોકાયા નહી ખરેખર જે શહેરે તેમને ચુંટીને મુક્યા અને તેના જન્મ દિવસે તેના વિકાસ માટે જો કોઇપાસે સમય ન હોય તો પ્રજાએ પણ ચોક્કસ આ અંગે વિચારવુ રહ્યુ
માત્ર કચ્છ નહી પરંતુ મુંબઇ વસતા કચ્છીઓને આર્થીક પાટનગર એવા ભુજની ચિંતા હોય છે પરંતુ આજે શહેરનો 472મો સ્થાપના દિવસ છે ત્યારે તેના વિકાસ માટે પ્રજાએ નિમેલા 38 નગરસેવકો જ ભુજને વિસરી ગયા કારણ કોઇપણ હોય પરંતુ જે શહેરે તેમને ઓળખ આપી એ શહેર માટે ભાજપ હોય કે કોગ્રેસ કાઉન્સીલરોને સમય ન હોય તો તે દુર્ભાગ્યપુર્ણ બાબત કહી શકાય